સમગ્ર ગુજરાતમાં ગણેશોત્સવની ધૂમ છે, ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા નિર્ધારિત કરેલા વિસર્જન સ્થળોની મુલાકાત લેવા માટે ગણપતિ બાપ્પા નીકળ્યા હતા. વિવિધ વિસ્તારોની મુલાકાત લઈ ગણપતિએ ગણેશ ભક્તો અને ગણેશ મંડળોને ગંદકીથી ખદબદતા સ્થળોમાં વિસર્જન નહીં કરવાની અપીલ કરી હતી. ગપણપતિના વેશમાં યુવાને અપીલ કરી કહ્યું કે મારું વિસર્જન ગંદા તળાવો અને ગંદા પાણીમાં કરશો નહીં.
વડોદરાના યુવાન અતુલ ગામેચીએ ગણપતિનો વેશ ધારણ કર્યો હતો અને વડોદરાના વિસર્જન સ્થળોની મુલાકાત લીધી હતી. વડોદરા મહાનગરપાલિકા દ્વારા બનાવેલા કૃત્રિમ તળાવો અને કુદરતી પાણીના સંગ્રહના સ્થળોની મુલાકાત કરી હતી. અતુલ ગામેચી ત્યાર બાદ વીડિયો પર અપીલ કરી હતી કે હું ગણપતિના વેશમાં છું અને આજે સ્થિતિ એ છે કે ખુદ વિઘ્નહર્તાને વિઘ્ન નડી રહ્યું છે. ડ્રેનેજના પાણીથી ખદબદતા પાણીમાં શ્રીજીની મૂર્તિઓનું વિસર્જન કરવામાં નહીં આવે તેવી અપીલ કરું છું. જે વિઘ્નહર્તા તમારું વિઘ્ન હરે છે તેમને મળ-મૂત્રના પાણીમાં વિસર્જન નહીં કરવામાં આવે.
સાંભળો વીડિયો પર ગણપતિ બાપ્પાએ શું કહ્યું?