ભારતના મહત્વકાંક્ષી અને ઐતિહાસિક મિશન મૂન માટે આઘાતજનક સમચાર મળી રહ્યા છે. ઈસરોના ચેરમેન ડો.સિવને જાહેર કર્યું કે ચંદ્રયાન-2નો લેન્ડીંગ સમયે ચંદ્રથી 2.1 કિમીના અંતરે પહોંચીને સંપર્ક તૂટી ગયો છે. ડેટા એકત્ર કરવામાં આવી રહ્યા છે.
લેન્ડર વિક્રમનો સંપર્ક તૂટી જતાં ઈસરોના સેન્ટરમાં તમામના ચહેરા પર નિરાશા વર્તાઈ હતી. વડાપ્રધાન મોદીએ કહ્યું કે જીવનમાં ઉતાર-ચઢાવ આવ્યા કરે છે. જ્યારે સંપર્ક તૂટી ગયું તો બધાને ચહેરા નિરાશ થયા હતા. પણ દેશને તમામ વૈજ્ઞાનિકો પર ગર્વ છે. દેશની ઉત્તમ સેવા કરી છે અને માનવ જાતની સેવા કરી છે. પીએમ મોદીએ ઈસરોના ચીફ કે.સિવનની પીઠ થાબડી હતી અને કહ્યું કે યાત્રા આગળ પણ જારી રહેશે.
જ્યારે ઈસરો ચીફ ડો.કે સિવને જાહેર કર્યું કે લેન્ડર વિક્રમ સાથેનો સંપર્ક તૂટી ગયો છે.આ સાથે જ સેન્ટરમાં હાજર તમામના ચહેરા પર માયુસી જોવા મળી હતી. ડેટા એનાલીસીસ કરવામાં આવી રહ્યા છે અને પંદર મીનીટમાં વધુ જાણકારી આપવામાં આવે તેવી શક્યતા છે.