95 ટકા ચંદ્રયાન-2 હજુ પણ સલામત, ચંદ્રની ફરતે ફરી રહ્યું છે ઓર્બિટર, મોકલી શકે છે લેન્ડર વિક્રમ અને ચંદ્રના ફોટો

માત્ર 2.1 કિમીના અંતરે લેન્ડર વિક્રમ સાથેનો સંપર્ક તૂટી ગયા બાદ મિશન મૂનને નિષ્ફળતા છે. લેન્ડર વિક્રમ ક્રેશ થયું કે માત્ર સંપર્ક જ તૂટી ગયો છે તે અંગે રિસર્ચ કરવામાં આવી રહ્યું છે. 978 કરોડ રૂપિયાની કિંમતવાળા ચંદ્રયાન-2 અંગે કશું પણ પૂર્ણ થયું નથી.

ઈસરોના સૂત્રોના જણાવ્યા મુજબ મિશન મૂનમાં લેન્ડર વિક્રમ અને પ્રજ્ઞાન રોવર થકી માત્ર પાંચ ટકા જ નુકશાન થયું છે. જ્યારે 95 ટકા ચંદ્રયાન-ઓર્બિટર હજુ પણ સફળતાપૂર્વક ચંદ્રના ચક્કર કાપી રહ્યું છે.
એક વર્ષની સમય મર્યાદા ધરાવતા ઓર્બિટર ચંદ્રની અનેક તસ્વીરો ઈસરોને મોકલી શકે છે. અધિકારીએ નામ ન દેવાની શરતે ન્યૂઝ એજન્સીને કહ્યુ કે ઓર્બિટર લેન્ડરના ફોટો પણ મોકલી શકે છે જેના થકી તેની સ્થિતિ અંગે જાણકારી મળી શકે છે. ઓર્બિટર, વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવર એમ ચંદ્રયાન-2ના ત્રણ ભાગ છે.

લેન્ડર વિક્રમ બીજી સપ્ટેમ્બરે ઓર્બિટરથી અલગ થયુંહતું અને ચંદ્રયાન-2ને આ પહેલાં 22મી જૂલાઈએ ભારતના હેવી રોકેટ જિયોસિંક્રોનસ સેટેલાઈટ લોન્ચ વ્હીકલ માર્ક-3(GSLV-3) મારફત લોન્ચ કરવામાં આવ્યું હતું. ચંદ્રયાન-2ને અંતરિક્ષમાં રવાના કરવા માટે 11 વર્ષથી સતત પરિશ્રમ કરવામાં આવી રહ્યો હતો.