આ સાચું છે: હેલ્મેટ વિના કાર ચલાવતા ફટકારાયો દંડ, જાણો આખો મામલો

ટ્રાફીક પોલીસે એક વેપારીને એટલા દંડ ફટકાર્યો કે તેણે કાર ચલાવતી વખતે હેલ્મેટ પહેર્યું ન હતું. કાર ચલાવતી વખતે દંડની રસીદ પકડાવી દેવામાં આવતા વેપારી હેરાન પરેશાન થઈ ગયો છે. જ્યારે આ અંગે ટ્રાફીક વિભાગના એસપીને પૂછવામાં આવતા તેમમે કહ્યું કે આ ખોટી રીતે રસીદ ફાડવામાં આવી છે. આ ઘટના યુપીના બરેલીની છે.

ટ્રાફીક વિભાગના એસપી સમક્ષ આખીય ઘટના રજૂ કરવામાં આવી તો એસપી પણ ચોંકી ગયા હતા. વેપારી અનીસ નરુલાને ખાતરી આપવામાં આવી કે તપાસ કરવામાં આવશે. અનીસ નરુલાને દંડની વાત ત્યારે ખબર પડી કે દંડ ભરવાની રસીદ તેમની પાસે આવી.

વેપારીને દંડની રસીદ મળી ત્યારે તેને જાણ થઈ કે કાર ચલાવતી વખતે હેલ્મેટ નહીં પહેરતા દંડ ફટકારવામાં આવ્યો છે. અનીસ નરુલા કહે છે કે શું હવે કાર ચલાવતી વખતે પણ હેલ્મેટ પહેરવું પડશે. વેપારીની પાસે ક્રેટા કાર છે અને દંડ પેટે 500 રૂપિયાની રસીદ ફાડવામાં આવી છે. પણ મહત્વની વાત એ છે કે કારનો નંબર બરાબર છે પણ વાહનના પ્રકારમાં સ્કૂટી લખવામાં આવ્યું છે. એટલે કે વેપારીને સ્કૂટીની રસીદ આપવામાં આવી છે.

વેપારીએ એસપી ટ્રાફીક સુભાષચંદ્ર ગંગવારને ફરીયાદ કરી તો તેમણે આખીય ઘટનાને ધ્યાને લીધી હતી અને કહ્યું કે ટેક્નિકલ ભૂલના કારણે આવું થયું છે. વેપારીની ફરીયાદ લઈ આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.