સુરતના હજીરાના દરીયા પર દેખાયું હેલિકોપ્ટર? ત્રણ શખ્સો ઘૂસ્યા? જાણો આખીય ઘટના વિશે

સુરતના હજીરના દરીયા કિનારે ત્રણ વ્યક્તિઓ ઘૂસ્યા હોવાના ઈનપૂટ મળતા સુરત પોલીસ સહિત કોસ્ટ ગાર્ડ અને સુરત એરપોર્ટ ઓથોરિટી દોડતી થઈ જવા પામી હતી હજીરા રોડ પર આવેલા કેડીયા બેટ પર સ્થાનિક લોકોએ હેલિકોપ્ટર જોયું હોવાનું પોલીસને જણાવ્યું હતું. હેલિકોપ્ટરમાંથી ત્રણ વ્યક્તિઓને દરીયામાં ઉતરતા જોયા હોવાની જાણ કરવામાં આવતા સુરત પોલીસનું તંત્ર સાવધ અને સતર્ક થઈ ગયું હતું.

હેલિકોપટરમાંથી ત્રણ શખ્શો દરિયામાં ઉતર્યા હોવાના ઇનપુટ પોલીસને મળ્યા હતા. બપોરે 1.30 કલાકે કોસ્ટલ તરફથી ઇનપુટ મળ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. મોબાઈલ નંબર દ્વારા પોલીસને માહિતી આપવામાં આવી હતી. પોલીસે તાત્કાલિક સર્ચ ઓપેરશન શરૂ કર્યું હતું. સુરત એરપોર્ટ ઓથોરિટી દ્વારા ટવિટ પણ કરવામાં આવ્યું હતું. સુરત એરપોર્ટ ઓથોરિટીએ ટવિટ કરી જણાવ્યું કે ઘણા બધા લોકોએ હજીરા ખાતે હેલિકોપ્ટર અંગે ઈન્કવાયરી કરી છે. તેથી આ અંગે ખુલાસો કરવામાં આવે છે કે હેલિકોપ્ટરનું ઓપરેશન સર્વેલન્સ માટે કરવામાં આવ્યું હતું અને એરપોર્ટના ટ્રાફીક કન્ટ્રોલના સતત સંપર્કમાં હતા.

સુરત પોલીસને ઈનપૂટ મળતા તરત જ નાકાબંધી અને તમામ ગાડીઓનું ચેકીંગ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. ખાસ કરીને દરીયા કિનારેથી આવતા જતા વાહનોનું ચેકીંગ કરવામાં આવ્યું હતું.

સુરતના પોલીસ કમિશનર હરિકૃષ્ણ પટેલે મીડિયાને કહ્યુ હતું કે નાગરિકોએ ગભરાવાની જરૂર નથી. સુરચ પોલીસે બપોરથી વાહનોનું ચેકીંગ હાથ ધર્યું હતું. ડીસીબી, એસઓજી, પીસીબી સહિત ચાર ઝોનની ટીમ દ્વારા નાકાબંધી કરવામાં આવી હતી. હજીરા પોર્ટ અને જેટ્ટી ખાતે પણ સઘન ચેકીંગ કરવામાં આવ્યું હતુંય