થ્રી-ઈડીયટ્સ ફિલ્મમાં પાદના અનેક પ્રકાર હોવાના સંવાદ આપણે સાંભળ્યા હશે અને ચતુરનો પાત્ર બધાને યાદ હશે. આ આ પાદ અંગે સુરતમાં સ્પર્ધા થવા જઈ રહી છે. શરીરમાં અપચો થયો હોય તો ગેસની તકલીફ થઈ જાય છે. ખાસ કરીને ક્યાંક મિત્રો કે પ્રોગ્રામમાં હોઈએ અને ત્યાં ગેસ વછૂટવા માંડે તો શરમજનક સ્થિતિમાં મૂકાઈ જવું પડે છે પણ સુરતના યુવાને પાદવાની તકલીફને સ્પર્ધામાં ફેરવી નાંખી છે. સુરતના વિશ્વેશ સંઘવી અને તેના મિત્ર વર્તુળ દ્વારા પાદ(ફાર્ટ કોમ્પિટીશન)ની જાહેરાત કરી છે. દેશભરમાંથી પહેલાજ દિવસે 100 કરતાં પણ વધુ એન્ટ્રી આવી ગઈ છે અને 200 કરતાં વધારે કોલ આવી ગયા છે.
થ્રી ઈડીયટ્સમાં બતાવાયેલા પાદના પ્રકાર…
- ઉત્તમમ ઘગધગાધ પાદમ
- મધ્યમ પાદમ ટૂચુક-ટુચુક
- કનિષ્કમ થૂરથૂરીય પાદમ
- સૂરસૂરીય પ્રાણમ ઘટકમ
સાંભળો ચતુરનો આ વીડિયો જેમાં છે પાદના પ્રકારો…
વિશ્વેશ સંઘવીએ આ અંગે મીડિયાને કહ્યું કે કહે છે કે ‘આ કુદરતી પ્રક્રિયા છે, પણ એને શરમજનક રીતે જોવામાં આવે છે. આ શરમ દૂર થાય એ હેતુથી અમે આ સ્પર્ધાનું આયોજન કર્યુ છે. સ્પર્ધામાં ભાગ લેનારામાંથી સૌથી સારામાં સારી ફાર્ટ કરનારને એવોર્ડ આપવામાં આવશે.’ અગાઉ આવી કોઇ સ્પર્ધા થઇ નથી. વિદેશના અળવીતરાઓએ આવી સ્પર્ધા યોજેલી છે, પણ એ પણ નિયમિત થતી નથી.
તેણે કહ્યું કે સારામાં સારી ફાર્ટ નકકી કરવા માટે સુરત શહેરના એક રેડિયો જોકી, એક નામાંકિત વ્યકિત અને એક મેડિકલ એકસપર્ટને જ્જ તરીકે નિયુકત કરવામાં આવશે. જે સાઉન્ડ, સ્મેલથી માંડીને ફાર્ટ દરમિયાન પડનારી તકલીફને ધ્યાનમાં રાખીને જ્જ કરશે. 22 સપ્ટેમ્બરે રવિવારે આ સ્પર્ધા સુરતના પીપલોદ રોડ પર આવેલી એક રેસ્ટોરાંમાં રાખવામાં આવી છે. વાછૂટ રોકવી હાનિકારક છે.