પાકિસ્તાનને ઝટકો: UAEએ કહ્યું “કાશ્મીર મામલે મુસ્લિમ દેશોને વચ્ચે લાવવાની જરૂર નથી”

જમ્મુ કાશ્મીર મામલે દુનિયાના દેશો પાસે મદદની ભીખ માગી રહેલા પાકિસ્તાનને યુએઈએ મોટો ઝાટકો આપ્યો છે. યુએઈના વિદેશ પ્રધાન અદેલ બિન અહમદ અલ જુબૈર એક દિવસ માટે પાકિસ્તાનના પ્રવાસે છે. જ્યા તેમણે જણાવ્યુ હતુ કે, કાશ્મીર મુદ્દે પાકિસ્તાન મુસ્લિમ દેશોને વચ્ચે ન લાવે. જમ્મુ કાશ્મીર ભારતનો આંતરિક મુદ્દો છે. જેથી જમ્મુ કાશ્મીરનો મુદ્દો ભારત અને પાકિસ્તાને સાથે મળીને ઉકેલવો જોઈએ.

અદેલ બિન અહમદ અલ જુબૈરની હાજરીમાં પાકિસ્તાને જમ્મુ કાશ્મીરમાં માનવાધિકારનો મુદ્દો પણ ઉઠાવ્યો. જોકે, આ મામલે યુએઈ દ્વારા કોઈપણ પ્રકારનો જવાબ પાકિસ્તાનને આપવામાં આવ્યો નથી. મહત્વપૂર્ણ છે કે, જમ્મુ કાશ્મીર મુદ્દે પાકિસ્તાનની કુટનીતિ અત્યાર સુધી અસફળ રહી છે. પાકિસ્તાનને જમ્મુ કાશ્મીર મુદ્દે કોઈપણ દેશ સમર્થન આપવા તૈયાર નથી. જેથી પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયુ છે.

યુએઇ એ તાજેતરમાં જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જ્યારે પોતાનાં દેશનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર આપ્યો ત્યારે પાકિસ્તાને તીખા તેવર બતાવ્યા હતા. તેમજ કાશ્મીર મુદ્દે અરબ દેશોનું સમર્થન ન મળતા પાકિસ્તાન મુસ્લિમ દેશોનાં સૌથી મોટા વૈશ્વિક મંચ ઇસ્લામિક સહયોગ સંગઠનમાંથી ખસી જવાની પણ સલાહ આપી હતી.