અમદવાદમાં ત્રણ માળની બિલ્ડીંગ ધરાશયી, બેનાં મોત,અનેક લોકો ફસાયા હોવાની આશંકા

અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં ત્રણ માળની બિલ્ડીંગ અચાનક ધરા।શયી થતાં અનેક લોકોના ફસાયા હોવાની આશંકા સેવવામાં આવી રહી છે. આ ઘટનામાં અત્યાર સુધીના રિપોર્ટ પ્રમાણે ચારથી પાંચ લોકો ફસાયા હોવાના અહેવાલ મળી રહ્યા છે. ફાયર બ્રિગેડ અને પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને રેસ્ક્યુ ઓપરેશ કરવામાં આવી રહ્યું છે.

જાણવા મળતી વિગતો મુજબ બિલ્ડીંગ તૂટી પડવાના કારણે બે વ્યક્તિના મોત નિપજ્યા છે. આ બિલ્ડીંગ વર્ષો જૂની હોવાનું જાણવા મળી રહ્યું છે.