બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચનની મદદ કરનારા ગુજરાતી વ્યક્તિનું નિધન થયું છે. કૂલી ફિલ્મની શૂટીંદ દરમિયાન પૂનિત ઈસ્સારની એક ફેંટના કારણે અમિતાભ બચ્ચનને ગંભીર ઈજા થઈ હતી. આ ઘટનામાં સમગ્ર દેશે અમિતાભ બચ્ચનના દિર્ધાયુ માટે પ્રાર્થના કરી હતી કૂલી ફિલ્મમાં થયેલી ઈજા એટલી બધી ગંભીર હતી કે અમિતાભને જીવન-મરણ વચ્ચે જંગ કરવી પડી હતી. અમિતાભને તે વખતે બ્રિચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
ગંભીર ઈજા થતાં અમિતાભને લોહીની જરૂર પડી હતી. ત્યારે તે વખતે સુરતમાં રહેતા વેલજીભાઈ શેલિયાએ બિગ-બીને બ્લડ ડોનેટ કર્યું હતું. શેલિયાનું 71 વર્ષની ઉંમર નિધન થયું છે. આટલું જ નહીં અમિતાભને મોટી સંખ્યામાં તે વખતે લોકોએ લોહી આપ્યું હતું. વેલજીભાઈએ જીવનમાં 128 વાર રક્તદાન કર્યું હતું.
વેલજીભાઈના સંતાનો સુરતના કતારગામમાં રહે છે. વેલજીભાઈ રાજકોટના જસદણના આટકોટ ગામમાં રહેતા હતા. તેઓ એક ખેડુત હતા. પણ તેમને સામાજ સેવામાં ભારે રસ હતો. તેમણે જરૂરિયાતમંદ લોકો માટે હંમેશ રક્તદાન કર્યું. પાછલા કેટલાક સમયથી ડાયાબિટીઝથી તેઓ પિડાતા હતા. કોમામાં ચાલ્યા ગયા બાગ તેમને રાજકોટની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પણ સારવાર દરમિયાન તેમનું નિધન થયું છે.
વેલજીભાઈને અમિતાભ બચ્ચન સહિત અનેક લોકોએ રક્તદાન કરવા માટે સન્માનિત કર્યા હતા. ટીના અંબાણી અને જ્યા બચ્ચન ઉપરાંત બોલિવૂડના અભિનેતા રાજકોટ આવ્યા ત્યારે તેમને જાહેર કાર્યક્રમમાં સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમને સોનાની યાદગાર ગિફટ આપવામાં આવી હતી. પણ બદનસીબી એ રહી કે વેલજીભાઈ ક્યારેય પણ રૂબરૂમાં અમિતાભને મળી શક્યા ન હતા.