RTOના નિયમોમા ફેરફાર થયો છે. NICના સોફ્ટવેરમાં લાયસન્સ રીન્યૂ માટેનો નિયમ અપડેટ થઇને અમલી પણ બની ગયો છે. લાયસન્સની સમય મર્યાદાપૂર્ણ થયા બાદ એક વર્ષની અંદર રીન્યૂ નહીં કરાવો તો લાઇસન્સ રદ થશે.
અત્યાર સુધી લાયસન્સની સમય મર્યાદા પૂર્ણ થયા બાદ પાંચ વર્ષની અંદર ફરી રીન્યૂ કરાવી શકતા હતા.પરંતુ સમય મર્યાદામાં ઘટાડો કરવામાં આવ્યો છે. લાયસન્સની સમય મર્યાદા પૂર્ણ થયા બાદ એક જ વર્ષની અંદર રીન્યૂ કરાવી લેવુ પડશે.લાઇસન્સ સમય મર્યાદા બાદ પણ એક વર્ષ પૂર્ણ થઈ જશે તો લાયસન્સ રીન્યૂ નહી પરંતુ રદ થઈ જશે.
RTO એસપી મુનિયાએ જણાવ્યું છે કે નવો નિયમ લાયસન્સ રીન્યુ માટેનો અપડેટ થય ગયો છે. અજદારએ લાયસન્સની સમય મર્યાદા પૂર્ણ થયા બાદ એક વર્ષની અંદર રીન્યૂ કરાવું પડશે. એક વર્ષની ઉપર એક દિવસ થય જશે તો પણ લાયસન્સ રીન્યૂ નહી થાય.
લાયસન્સ રીન્યૂ કરાવવા આવે ત્યારે જ જાણ થઈ રહી છે કે લાયસન્સ રીન્યૂ નહી પરંતુ રદ થશે. જેને લઈ અરજદારોએ માંગ કરી છે કે નવા નિયમો આવકાર દાયક છે પરંતુ લાયસન્સની સમય મર્યાદા પૂર્ણ થઈ છે તેવા લાયસન્સ ધારકોએ 90 દિવસનો સમય આપવામાં આવે.