Reliance JioFiber બ્રોડબેન્ડ સર્વિસના પ્લાનની જાહેરાત કરી દેવામાં આવી છે. કંપનીએ પહેલેથી જ કહી દીધું હતું કે પ્લાનની શરૂઆત 700 રૂપિયાથી લઈને 10000 રૂપિયા સુધીની હશે. કંપનીએ દાવો કર્યો છે કે આ પ્લાનમાં દેશના 1600 શહેરોના પંદર મિલિયન લોકોએ Reliance JioFiber માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે.
Reliance JioFiberના તમામ પ્લાન હાલ માટે પ્રિપેઈડ છે. કંપનીએ કહ્યું કે આવનાર સમયમાં પોસ્ટપેડ પ્લાન પણ લોન્ચ કરવામાં આવશે.
- પ્લાનની શરૂઆત 699 રૂપિયાથી કરવામાં આવી છે. શરૂઆતમાં 100Mbpsની સ્પીડ રહેશે.
- JioFiberનું મંથલી પ્લાન 699 રૂપિયાથી શરૂ થઈને 8,499 સુધી રહેશે.
- બધા જ પ્લાનની સ્પીડ 100Mbpsથી શરૂ થશે.
- કોઈને ઈચ્છા હોય તો 1 Gbpsની સ્પીડ મેળવી શકે છે.
- મોટાભાગના ચાર્જમાં જિઓની તમામ સર્વિસ મળી રહેશે.
- 699 રૂપિયાવાળા પ્લાનમાં માત્ર ઈન્ટરનેટ મળશે.
- 100GB ડેટા ખલાસ થયા બાદ 1mpbsની સ્પીડ મળશે.
લાંબા ગાળાના પ્લાન
JioFiberમાં યૂઝર્સ પાસે 3,6 અને 12 મહિનાની સ્કીમ ઉપલબ્ધ કરવામાં આવી છે.
બેન્ક ટાઈ-અપ દ્વારા Jio આકર્ષક EMI ઓફર આપશે. જેનાથી ગ્રાહકોને માત્ર માસિક EMI ભરવામાં સરળતા રહેશે બલ્કે અનેક ફાયદા પણ મળશે.