જાણો કેટલા દિવસ માટે ચિદમ્બરમને તિહાર જેલ મોકલી આપવામાં આવ્યા?

INX મીડિયા કેસમાં પૂર્વ નાણામંત્રી પી.ચિદમ્બરમ અત્યારે સીબીઆઈની અટકાયતમાં છે. એનફોર્સમેન્ટ ડિરેક્‌ટોરેટ (ED) મામલે આગોતરા જામીન અને સીબીઆઈ કસ્ટડી વિશે સુપ્રીમ કોટર્માં સુનાવણી શરૂ થઈ ગઈ છે. જોકે ED મામલે સુપ્રીમ કોર્ટે ચિદમ્બરમને વધુ એક ઝટકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે આ મામલે આગોતરા જામીન નકારી દીધા છે.

હવે જો સુપ્રીમ કોર્ટ સીબીઆઈ કસ્ટડી ખતમ કરશે તે પછી ED ચિદમ્બરમની ધરપકડ કરે તેવી શક્યતા છે. કોર્ટે તેમનો નિર્ણય સંભળાવતા કહ્યું છે કે, એજન્સી તરફથી કેસ ડાયરીને કોર્ટમાં રજૂ કરી શકાય છે. કોર્ટે ચિદમ્બરમને 14 દિવસ માટે તિહાર જેલ મોકલી આપ્યા છે. હવે પછીને 14 દિવસ ચિદમ્બરમ તિહાર જેલમાં કાપશે.

સુપ્રીમ કોર્ટે આ મામલે આદેશ આપતા કહ્યું છે કે, EDએ જે દસ્તાવેજો ભેગા કર્યા છે તે ચિદમ્બરમને બતાવવાની જરૂર નથી. તે ઉપરાંત એજન્સીએ પૂર્વ મંત્રીને શું સવાલ-જવાબ કર્યા છે તેની ટ્રાન્સક્રિપ્‌ટ પણ કોર્ટ આપવાની જરૂર નથી. સુપ્રીમ કોટર્માં સુનાવણી દરમિયાન પૂર્વ નાણા મંત્રી પી. ચિદમ્બરમના પત્ની નલિની ચિદમ્બરમ, દીકરો કાર્તિ ચિદમ્બરમ, વકીલ અભિષેક મનુ સિંધવી અને કપિલ સિબ્બલ હાજર હતા.