સ્પા-મસાજ સેન્ટરોમાં દરોડા: મળ્યા કોન્ડોમ અને સેક્સના સાધનો, સ્કૂલની છોકરીઓ સાથે યુવાનો પકડાયા

સ્પા સેન્ટરોમાં ચાલતી પ્રવૃત્તિઓ હંમેશા શંકાના દાયરામાં રહેલી છે. સ્પા-મસાજ પાર્લરના નામે ચાલી રહેલા સેક્સ રેકેટનો પર્દાફાશ થયો છે. ભોગવિલાસના કેન્દ્ર બનેલા સ્પા સેન્ટરોમાં સેક્સ રેકેટની બદી સામે આવતા પોલીસ સહિત અનેક લોકો ચોંકી ઉઠ્યા છે.

દિલ્હીના ઉત્તમ નગર અને મોહન ગાર્ડન વિસ્તારમાં સ્પા-મસાજ પાર્લર પર પોલીસે દરોડા પાડ્યા છે. મહિલા આયોગના સ્વાતી માલીવાલે પૂર્વ દિલ્હીના મધુ વિહાર વિસ્તારમાં આવેલા ક્રાઉન સ્પા પર રેડ કરી કરી હતી. તેમની સાથે પોલીસ પણ હતી.

આ સ્પા સેન્ટરમાં નાના-નાના રૂમ બનાવવામાં આવ્યા હતા. યુવક અને યુવતીઓ કઢંગી હાલતમાં મળી આવ્યા હતા. આ સ્પામાંથી કોન્ડોમ અને સેક્સ સંબંધિત પ્રતિબંધિત વસ્તુઓ પણ મળી આવી હતી.

એક દિવસ પહેલાં જ દિલ્હી પોલીસે ઉત્તમ નગર અને મોહન ગાર્ડનના સ્પા સેન્ટરોના નામે ચાલી રહેલા સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો હતો. દિલ્હી મહિલા આયોગના ચેરપર્સન સ્વાતી માલિવાલ દ્વારા પોલીસને સાથે રાખી પાડવામાં આવેલા દરોડામાં સ્કૂલની યુવતીઓ સહિત 9 યુવતીઓને બચાવી લેવામાં આવી હતી.

સ્વાતી માલિવાલે ટવિટ કરીને કહ્યું કે એમસીડીની નાકની નીચે સ્પા-મસાજ પાર્લરના વામે જિસ્મફરોશીનો ધંધો ચાલી રહ્યો છે. નવાદાના જેસ્મીન સ્પા, જન્નત સ્પા અને ક્રાઉન સ્પા પર દરોડા પાડયા હતા જ્યાં રૂમમાં મહિલાઓ અને યુવતીઓ સાથે નગ્ન હાલતમાં પુરુષો ઝડપાઈ જવા પામ્યા હતા.

સ્વાતી માલિવાલે કહ્યું કે કોઈનો પણ ડર રાખ્યા વિના સ્પા અને મસાજ સેન્ટરોમાં ચાલી રહેલા સેક્સ રેકેટનો ભાંડો ફોડતા રહીશું.