ભરૂચ: રેલવે ટ્રેક પર સાત ફૂટ લાંબો મગર આવી ચઢ્યો અને જાણો પછી શું થયું? ટ્રેનના ડ્રાઈવરે શું કર્યું?

ભરૂચ નજીક આવેલા ચાવજ ગામ પાસે ગઈ રાત્રે અચાનક રેલવે ટ્રેક પર મગર જોવા મળ્યો હતો. રેલવે ટ્રેક પર મગર દેખાતા ગામવાસીઓમાં નાસભાગ મચી જવા પામી હતી અને જંગલ ખાતાને જાણ કરવામાં આવી હતી.

વિગતો મુજબ ચાવજ નજીક રેલવે ટ્રેક ઉપર 7 ફુટ લાંબો મગર નજરે પડતા વનવિભાગ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો. રેલવે ટ્રેક પર મગર હોવાની જાણ મુંબઈથી જામનગર જઈ રહેલી 9217 સૌરાષ્ટ્ર જનતા ટ્રેનના ડ્રાઈવરે કરી હતી. ટ્રેનના ડ્રાઈનરે ભરૂચ રેલવે સ્ટેશને જાણ કરી હતી અને ટ્રેનને અટકાવી દીધી હતી.

અંદાજે 130 કિલોનું વજન ધરાવતા મગરને વન વિભાગના અધિકારીઓએ રેસ્કયુ કર્યું હતું અને રેલવે ટ્રેક પરથી સિફતપૂર્વક મગરને બાંધીને લઈ ગયા હતા અને સુરક્ષિત સ્થળે છોડી દેવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. ચાવજ ગામથી દોઢ કિમીના અંતરે ટ્રેનને અટકાવી દેવામાં આવી હતી. ડ્રાઈવરની ચાતક નજરમાં મગર ચઢી જતા ટ્રેનની અડફેટે ચઢતા મગર બચી ગયો હતો.