પાછલા 24 ક્લાકથી મુંબઈમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ફરી એક વાર માયાવીનગરી પાણી-પાણી થઈ ગઈ છે. ટ્રેન અને વિમાન સેવા સુદ્વા પ્રભાવિત થયા છે. રસ્તાઓ પર ટ્રાફીક થંભી ગયું છે અને લોકો જ્યાં છે ત્યાં જ અટવાઈ ગયા હોવાની જાણકારી મળી રહી છે. ઈન્ડીયન મેટ્રોલોજિકલ ડિપાર્ટમેન્ટે આગામી 24 ક્લાક દરમિયાન મુંબઈમાં ભારે વરસાદની આગાહી કરી રોડ, રસ્તા અને ટ્રેન વ્યવહાર માટે એલર્ટ જારી કર્યું છે. શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી છે.
જ્યારે ફાઉન્ટન નજીક કફ પરેડ રોડ પર આવેલી બિલ્ડીંગ પરથી અચાનક પાણીનો ધોધ વહેવા માંડયો હતો. નજારો એવો બની ગયો છે જાણે કોઈ ધોધ જ નિર્માણ થયું છે. હકીકતમાં બિલ્ડીંગની પાણીની ટાંકી ઉપરાંત વરસાદી પાણી ટેરેસ પર ભરાતા બિલ્ડીંગ પરથી પાણી સતત છલકાતા આવા દ્રશ્યો ઉભા હતા. જો પાણીનો મારો આવી જ સતત રહ્યો હતો તો અનિચ્છનીય ઘટના પણ બની ગઈ હોત. લોકોએ સિક્યોરીટીને જાણ કરી હતી અને પાણીને વહેતું અટકાવવામાં આવ્યું હતું.
જૂઓ વીડિયો…
ભારે વરસાદના કારણે ટ્રેક પર પાણી ફરી વળતા કલ્યાણ રેલવે સ્ટેશનને બંધ કરી દેવામાં આવ્યું છે. નવી નોટીસ ન આવે ત્યાં સુધી કલ્યાણ સ્ટેશન બંધ રહેશે. વસઈ અને વિરાર વચ્ચેનો ટ્રેન વ્યવહાર પણ સદંતર બંધ કરી દેવામાં આવ્યું છે. પાછલા 24 ક્લાક દરમિયાન મુંબઈમાં સરેરાશ આઠ ઈંચ વરસાદ ખાબકી ગયો હોવાનું જાણવા મળી રહ્યું છે.