વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના રશિયાના પ્રવાસે વ્લાદિવોસ્તોક પહોંચ્યા છે. અહીં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. બુધવારે પીએમ મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે દ્વિપક્ષીય વાતચીત કરી હતી. આ દરમિયાન બંને દેશો વચ્ચે કુલ ૧૫ મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. રશિયાના પોર્ટ ટાઉન વ્લાદિવોસ્તકમાં રશિયા અને ભારતના ડેલિગેશન વચ્ચે 20મું રાષ્ટ્રીય સમ્મેલન યોજાયું.
PM મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે દ્વિપક્ષીય વાતચીતમાં કુલ પંદર કરાર કરવામાં આવ્યાં હતા. આ પંદર કરારમાં જમીન, સ્પેસ, એનર્જી, ડિફેન્સ સહિત ઘણા ક્ષેત્રો સામેલ છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે ટિ્વટ કરીને જણાવ્યું કે બંને દેશોની વચ્ચે કુલ ૧૫ પર સહી કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અગામી વર્ષે ફરી મેમાં રશિયાના પ્રવાસે જશે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને મોદીને વર્લ્ડ વોર-૨માં રશિયાની જીતને ૭૫ વર્ષ પુર થયા તેની ઉજવણીનું આમંત્રણ આપ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આજે ભારત-રશિયાની વચ્ચે ૨૦મી સમિટ છે, જયારે પ્રથમ સમિટ થઈ હતી ત્યારે હું ગુજરાતના મુખ્યમંત્રી તરીકે અટલ બિહારી બાજપેયીની સાથે આવ્યો હતો. ત્યારે પણ વ્લાદિમીર પુતિન અહીંના રાષ્ટ્રપતિ હતા. અમારી કોશિશ બંને દેશો વચ્ચેના સંબધોને નવી ઉંચાઈ પર લઈ જવાના છે. ભારતમાં રશિયાના સહયોગથી ન્યુક્લિયર પ્લાન્ટ બની રહ્યો છે, અમારા સંબધોને અમે રાજધાનીઓની બહાર પહોંચાડી રહ્યાં છે. હું લાંબા સમય સુધી ગુજરાતનો સીએમ રહ્યો છું અને પુતિન પણ રશિયાના ક્ષેત્રને જાણે છે. થોડા દિવસો પહેલા જ રશિયાનું એક પ્રતિનિધિમંડળ અહીં આવ્યું હતું અને ડીલ અંગે વાતચીત કરી હતી.
પીએમ બોલ્યા કે ભારત-રશિયા ડિફેન્સ, કૃષિ, ટુરિઝમ, ટ્રેડમાં આગળ વધી રહ્યું છે. સ્પેસમાં અમારો સહયોગ સતત આગળ વધી રહ્યો છે. પીએમ મોદીએ કહ્યું કે ભારત એવું અફધાનિસ્તાનને જોવા માંગે છે કે જે સ્વતંત્ર, શાંત અને લોકતાંત્રિક હોય. અમે બંને દેશો કોઈ દેશના આંતરિક મામલામાં દખલગીરી કરવાના વિરોધમાં છીએ. અગામી વર્ષે ભારત-રશિયા મળીને ટાઈગર કન્વર્ઝેશન પર મોટંમ ફોરમ કરવા સહમત થયા છે. મોદીએ પણ પ્રેસ કોન્ફોરન્સ દરમિયાન પુતિનને અગામી વર્ષે એન્યુઅલ સમિટિમાં ભારત આવવાનું આમંત્રણ આપ્યું છે.
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પ્રેસ કોન્ફોરન્સમાં કહ્યું કે અમારા માટે ખુશીની વાત છે કે આજે ભારતના પીએમ રશિયાના પ્રવાસે આવ્યા છે. બંને દેશો વચ્ચે ખૂબ જ સારા સંબધો છે. અમે સતત અમારી દોસ્તીને મજબૂત બનાવી રહ્યાં છીએ. અમે સતત સંપર્કમાં રહીએ છીએ અને બંને દેશો વચ્ચે સતત ઘણી બેઠકો થઈ રહી છે. આ પહેલા ઓસાકામાં થઈ હતી. બંને દેશોના નેતાઓએ ખૂબ જ સારી રીતે વાતચીત કરી રહ્યાં છે. પુતિને કહ્યું કે અગાઉની બેઠકમાં જે અમે નિર્ણયો કર્યા હતા, તેની સમીક્ષા કરી. તેમણે કહ્યું કે અમારી પ્રાથમિક્તા રોકાણ અને વેપાર છે. બંનેના વેપારમાં ૧૭ ટકાનો વધારો થયો છે.
પુતીને વધુમાં કહ્યું કે મને વિશ્વાસ છે કે બંને દેશો બીજી ઘણી બાબતે આગળ વધશે. રશિયાના રાષ્ટ્રપતિએ કહ્યું કે આજે સુરક્ષા, વેપાર અને ઉર્જામાં કરાર થયા છે. અમે ભારતની કંપનીઓનું રશિયામાં સ્વાગત કરવા માંગીએ છીએ. ભારત અને રશિયાની વચ્ચે હથિયારોને લઈને ખૂબ જ સારા સંબધો છે. અમે ભારતમાં મિસાઈલ સિસ્ટમ અને રાયફલ બનાવવા તરફ આગળ વધી રહ્યાં છીએ. વિશ્વના ઘણા મંચો પર ભારત અને રશિયા એક સાથે છે. અમે ભારતને સૌથી આધુનિક હથિયાર આપી રહ્યાં છે.