સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે જાઓ અને ઓન લાઈન ટીકીટ બૂક નહીં હશે તો પસ્તાશો, જાણો શું આવ્યું નવું

ટૂરિસ્ટો માટે ભારે આકર્ષણનું કેન્દ્ર બનેલા સ્ટેચ્યૂ ઑફ યુનિટીની મુલાકાતે જાઓ તો હવેથી ઓન લાઈન ટીકીટ નહીં હોય તો ગેલેરીમાં એન્ટ્રી મળશે નહીં. હવેથી ટૂરિસ્ટો માટે ઑનલાઈન ટીકીટ અનિવાર્ય કરી દેવામાં આવી છે. આ પૂર્વે 50 ટકા ટીકીટ બારીમાંથી સ્થળ પર ઉપલબ્ધ કરાવવામાં આવતી હતી. વહીવટીતંત્રે  આ અંગેની જાહેરાત કરી દીધી છે.

આ પ્રકારની વ્યવસ્થાથી ટૂરિસ્ટો પર અસર પડે છે. તેઓ પરેશાન થઈ રહ્યા છે. ટીકીટ બંધ કરવામાં આવી હોવાના કારણે તેમને નિરાશ થવાના સાથે કાંઈ જ જોયા વિના માત્ર કેટલાક ભાગોને જોઈને જ નિરાશ થઈને પાછા ફરવું પડે છે.

સ્ટેચ્યૂ ઑફ યુનિટી જોવા માટે આવતા ટૂરિસ્ટોને આ નવી વ્યવસ્થાના કારણે ગેલેરી અને ડેમ જોઈને જ સંતોષ માનવો પડે છે. કારણ કે તેમને વ્યૂ ગેલેરીની ટીકીટ વિન્ડોથી ઉપલબ્ધ જ નથી કરાવવામાં આવતી.

હવે ટૂરિસ્ટો ઑનલાઈન બુકિંગ કરાવીને અહીં આવવા લાગ્યા છે. હવે શનિવારે અને રવિવારે પર્યટકોને વ્યૂ ગેલેરી માટે વિન્ડો પરથી 380 રૂપિયાની ટીકીટ નથી મળતી. ટૂરિસ્ટોની માંગ છે કે ટીકીટ કોટામાં વૃદ્ધિ કરીને તેની પૂર્તિ કરવામાં આવે, જેથી તેમને નિરાશ ન થવું પડે.