અમિત શાહ પર અમદાવાદની હોસ્પિટલમાં કરવામાં સર્જરી

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે સવારે અમદાવાદની હોસ્પિટલમાં દાખલ થયા હતા. ડોક્ટરોએ તેમના પર માઈનર સર્જરી કરી હતી અને ત્યાર બાદ રજા આપી દેવામાં આવી હતી.

અમિત શાહને અમદાવાદની કેડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આજે સવારે વાગ્યે તેઓ હોસ્પિટલમાં પહોંચ્યા હતા. જ્યાં ડોક્ટરોએ તેમની માઈનોર સર્જરી કરી હતી સર્જરી કેવાં પ્રકારની કરવામાં આવી તેની જાણકારી આપવામાં આવી નથી. લગભગ સાડા બાર વાગ્યે તેમને રજા આપી દેવામાં આવી હતી અને તેઓ હોસ્પિટલથી ઘર તરફ રવાના થયા હતા.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બુધવારે અમદાવાદમાં વ્યક્તિગત કામ માટે આવ્યા હતા. મંગળવારે સાંજે જ તેઓ અમદાવાદ પહોંચી ગયા હતા. સર્જરીના કારણો જાહેર કરવામાં આવ્યા નથી.