મસૂદ અઝહર, દાઉદ ઈબ્રાહીમ અને હાફીઝ સઈદ આતંકી જાહેર

મોદી સરકારે અન-લોફૂલ એક્ટિવિટી પ્રિવેન્શન એક્ટ (UAPA) હેઠળ મૌલાના હાફીઝ સઈદ, દાઉદ ઈબ્રાહીમ અને મૌલાન મસૂદ અઝહર તથા ઝકીર-ઉર-રહેમાન લખવીને આતંકી જાહેર કર્યા છે. આ ચારેય આતંકીઓ વિરુદ્વ રેડ કોર્નર નોટીસ પણ ઈશ્યુ કરી દેવામાં આવી છે.

જૈશે મહોમ્મદના ચીફ મસૂદ અઝહર પર ભારતમાં પાંચ આતંકી હુમલાને અંજામ આપવાનો આરોપ છે. આ વર્ષેં જ મે મહિનામાં મસૂદ અઝહરને આંતરરાષ્ટ્રીય આતંકી જાહેર કરવામાં આવ્યો હતો.

ગેરકાયદે પ્રવૃત્તિને રોકવા માટે UAPAના કાયદામાં ફેરફાર કરવામાં આવ્યા હતા. જૂલાઈ મહિનામાં સંસદમાં બીલને પાસ કરવામાં આવ્યું હતું, નવી જોગવાઈ પ્રમાણે કોઈ વ્યક્તિને પણ આતંકી જાહેર કરવામાં આવી શકે છે. આ પહેલાં માત્ર આતંકી સંગઠનો જ આતંકી જાહેર થતાં હતા.

હવે આ ચારેય આતંકી વ્યક્તિગત રીતે આતંકી જાહેર થયા છે. આવનાર દિવસોમાં અન્ય કેટલાક કુખ્યાત તત્વોના નામ પણ આ યાદીમાં સામેલ થશે એવી માહિતી મળી રહી છે.