અમિત શાહ પર કરાઈ આવા પ્રકારની સર્જરી, જાણો શું થયું હતું ગળાની પાછળ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે સવારે અમદાવાદની હોસ્પિટલમાં દાખલ થયા હતા. ડોક્ટરોએ તેમના પર માઈનર સર્જરી કરી હતી અને ત્યાર બાદ રજા આપી દેવામાં આવી હતી.

અમિત શાહને અમદાવાદની કેડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આજે સવારે વાગ્યે તેઓ હોસ્પિટલમાં પહોંચ્યા હતા. જ્યાં ડોક્ટરોએ તેમની માઈનોર સર્જરી કરી હતી. લગભગ સાડા બાર વાગ્યે તેમને રજા આપી દેવામાં આવી હતી અને તેઓ હોસ્પિટલથી ઘર તરફ રવાના થયા હતા.

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને ગળાની પાછળના ભાગે ચરબીનો ગઠ્ઠો(લિપોમા) જામી ગયો હતો. ગળા પાછળ થયેલી ગાંઠને તેની સર્જરી દ્વારા દુર કરવામાં આવી હતી.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બુધવારે અમદાવાદમાં વ્યક્તિગત કામ માટે આવ્યા હતા. મંગળવારે સાંજે જ તેઓ અમદાવાદ પહોંચી ગયા હતા.