બોર્ડર પરથી પકડાયા બે આતંકી, આર્મીએ કહ્યું કાશ્મીરમાં હિંસાનું ષડયંત્ર કરી રહ્યું છે પાકિસ્તાન

ભારતીય સેનાએ આતંકી સંગઠન લશ્કરે તોયબાના બે આતંકીઓની ધરપકડ કરી છે. આ જાણકારી ચિનાર સેનાના કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ કેજેએસ ઢિલ્લન અને જમ્મૂ-કાશ્મીર પોલીસને એડીજી મુનીર ખાને પ્રેસ કોન્ફરન્સમાં આપી હતી. બન્ને આતંકીઓને 22મી ઓગષ્ટે મોડી રાત્રે બારામૂલામાંથી પકડવામાં આવ્યા હતા. પત્રકાર પરિષદમાં પકડાયેલા આતંકીઓનો વીડિયો પણ રિલીઝ કરવામાં આવ્યો હતો.

અધિકરીઓએ કહ્યું કે કાશ્મીર ખીણમાં પાકિસ્તાન દ્વારા ઘૂષણખોરીની કોશીશ કરવામાં આવી રહી છે. પાકિસ્તાન કાશ્મીરમાં અશાંતિ ફેલવવા માંગે છે. પાકની સેના આતંકીઓને મદદ કરી રહી છે. પકડાયેલા આતંકીઓના નામ ખલીલ અહેમદ અને મોઝન ખોકર છે.

લેફ્ટનન્ટ જનરલ કેજેએસ ઢિલ્લને કહ્યું કે કેટલાક આતંકઓ ઘૂષણખોરી કરવાના પ્રયાસો કરી રહ્યા છે. તેમણે કહ્યું કે પૂછપરછમાં લશ્કરના આ આતંકીઓ બોર્ડર પર કાશ્મીરમાં હિંસા ફેલાવી હુમલો કરવાની યોજના બનાવી રહ્યા હતા.