ગ્લોબલ વોર્મિંગથી વધતા જતા તાપમાનને નિયંત્રણમાં રાખવા માટે દુનિયાના કેટલાક દેશો અલગ અલગ પ્રકારના ઉપાય અજમાવી રહ્યા છે.
અખાતી દેશ કતારની રાજધાની દોહામાં તાપમાનને કાબૂમાં લેવા માટે રસ્તાઓને ભૂરા રંગથી રંગવાના શરુ કરાયા છે. શહેરની પરંપરાગત જુની સડકો ભૂરા રંગમાં રંગાયેલી જોવા ણળી રહી છે.એ પછી તાજેતરમાં શહેરના એક ધોરીમાર્ગ પર પણ ભૂરો રંગ કરવામાં આવ્યો છે. આ પહેલા અમેરિકાના લાસ વેગાસ અને જાપાનના ટોક્યોમાં પણ આવો પ્રયોગ કરાઈ ચુક્યો છે.
પરંપરાગત ડામરના રસ્તા કરતા ભૂરા રંગના રસ્તાથી તાપમાન કેટલુ ઘટી શકે છે તે જાણવા માટે સરકારે ઠેર ઠેર સેન્સર મુકાવ્યા છે.વૈજ્ઞાનિકોનુ માનવુ છે કે, આ પ્રકારના કોટિંગથી સોલર રેડિએશનમાં 50 ટકા સુધીનો ઘટાડો થઈ શકે છે.કતારની એક જાહેર ક્ષેત્રની કંપનીને આ પ્રોજેક્ટ પૂરો કરવાની જવાબદારી અપાઈ છે.જેમાં જાપાન પણ સહયોગ કરી રહ્યુ છે. ઉલ્લેખનીય છે કે કતારને ૨૦૨૨ના વર્લ્ડ કપ ફૂટબોલની યજમાની મળેલી છે.