ગુરુદાસપુરની ફટાક્ડા ફેક્ટરીમાં બ્લાસ્ટ, 18ના મોત

પંજાબમાં આવેલા ગુરુદાસપુરના બાટલા સ્થિત ફટાક્ડાની ફેક્ટરીમાં બુધવારે સાંજે જબરદસ્ત ધડાકો થયો હતો. આ ઘટનામાં ઓછામાં ઓછા 18 લોકોના મોત નિપજ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. અનેક લોકો દાઝી ગયા છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે અનેક લોકો કાટમાળમાં દબાયા હોવાની આશંકા છે.

ફાયર બ્રિગેડની ટીમ દ્વારા આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ચારે તરફ ઘૂમાડો હોવાના કારણે ફાયર સ્પોટ સુધી પહોંચતા ફાયર બ્રિગેજના લાશ્કરોને તકલીફ થઈ રહી છે.

બ્લાસ્ટનો અવાજ એટલો બધો હતો કે આજુબાજુના ગામોમાં હાહાકાર મચી ગયો હતો. પંજાબ પોલીસે કહ્યું કે કાટમાળની નીચે અનેક લોકો દબાયા હોવાની આશંકા છે. આ કારખાનું રહેઠાણ વિસ્તારમાં આવેલું છે.

બોર્ડર રેન્જના એસપીએસ પરમારે કહ્યું કે વિસ્ફોટના કારણે મરી જનારાઓમાં કારખાનામાં કામ કરતા મજૂરો હોવાનું જણાઈ આવી રહ્યું છે. બચાવ અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યું છે. પોલીસ અને અન્ય એજન્સીઓ કામ લાગેલી છે.