રાજકોટના યુવાને આ કારણોસર કારને આગ લગાડી, જાણો વધુ

રાજકોટમાં ટીકટોક વીડિયો બનાવવાની ઘેલછામાં યુવાને કારને આગ ચાંપી દેવાની ઘટના સામે આવી છે. સમકાલીન અપીલ કરે છે કે ટીકટોકના વળગણમાં યુવાનો એવી હરકતો ન કરે જેના કારણે જાન-માલને નુકશાન થાય. મનોરંજન માટેના સાધનોનો ઉપયોગ મનોરંજન માટે કરવાનું હોય છે નહીં કે નુકશાન થાય તે રીતે કરવાનું હોય.

યુવાને કહ્યું છે કે કારનું સેલ ચાલી રહ્યું ન હતું અને સેલ નહીં લાગતા કાર સ્ટાર્ટ થઈ રહી ન હતી એટલે કારને ગુસ્સામાં આગ લગાડી દીધી હતી. જોકે, યુવાનનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો પણ ટીકટોક પર યુવાને આ વીડિયો અપલોડ કર્યો ન હતો.