સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રીવર રાફટીંગનો પ્રારંભ, પહેલાં જ દિવસે આટલા લોકોએ કર્યું રીવર રાફટીંગ

સ્ટેચ્યુ ઓફ યુનિટીની સાથે પ્રવાસીઓની સુવિધામાં વધારો  કરાયો છે. પ્રવાસીઓ માટે રીવર રાફટીંગનો પ્રારંભ કરાયો છે.

એક જ દિવસમાં 50થી વધુ પ્રવાસીઓએ રીવર રાફટીંગનો લાભ લીધો હતો. એક પ્રવાસીના એક હજાર લેખે પ્રથમ દિવસે 50 હજારની આવક થઇ હતી અત્રે ઉલેલ્ખનીય છે કે ગત 17 ઓગસ્ટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રવાસીઓ માટે લોકાર્પણ કર્યું હતુ.

રવિવારે 25 હજાર પ્રવાસીઓ નોંધાયા છે. તંત્ર પણ પ્રવાસીઓની સુવિધા માટે ખડે પગે રહ્યું હતું. રજાનો દિવસ હોવાથી ટૂરિસ્ટો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. રીવર રાફટીંગ લોકો માટે આકર્ષણ અને એન્જોયમેન્ટનું નવું સોપાન બન્યું છે.