જુગારમાં પત્નીને હારી ગયો અને મિત્રોએ એક પછી એક તેને પીંખી નાંખી, પછી શું થયું, જાણો

ઉત્તર પ્રદેશના જૌનપુર જિલ્લામાં પતિએ તેની પત્નીને જુગારમાં દાવ પર લગાવી હોવાના સમાચાર સામે આવ્યા છે. પતિ પર આરોપ છે કે તેણે પૈસા ખતમ થઈ જતાં જુગારમાં પત્નીને દાવ પર લગાવી દીધી હતી. જે બાદમાં પતિના મિત્રોએ પત્ની પર સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. મહિલાની ફરિયાદ બાદ પોલીસે ફરિયાદ દાખલ ન કરતા મહિલાએ કોર્ટની મદદ માંગી હતી. કોર્ટની દરમિયાનગીરી બાદ આ કેસમાં કાર્યવાહી શરૂ થઈ છે.

કોર્ટને પ્રથમ નજરમાં જ મામલો ખૂબ ગંભીર લાગતી પોલીસને સામૂહિક દુષ્કર્મનો કેસ નોંધવાનો આદેશ કર્યો હતો. કોર્ટે આદેશ કર્યો કે આ મામલે એફઆઈઆર દાખલ કરીને તેની કોપી કોર્ટમાં સોંપવામાં આવે.

આ આખો મામલો ઝફરાબાદ પોલીસ સ્ટેશનનો છે. પીડિત મહિલાના પતિને જુગારની લત હતી. એક દિવસ જુગાર રમતી વખતે મહિલાના પતિ પાસે પૈસા ખૂટી ગયા હતા, જે બાદમાં તેણે પોતાની પત્નીને દાવ પર લગાડી દીધી હતી. મહિલાને દાવ પર લગાડ્યા બાદ પતિના મિત્રોએ મહિલા પર સામૂહિક દુષ્કર્મ કર્યું હતું.

મહિલા જ્યારે પોતાની ફરિયાદ લઈને પોલીસ મથકે પહોંચી તો પોલીસે કેસ દાખલ કરવાનો ઇન્કાર કરી દીધો હતો. જે બાદમાં મહિલા પોતાના માતાપિતાના ઘરે ચાલી ગઈ હતી. હવે કોર્ટના આદેશ બાદ મહિલાને ન્યાય મળવાની આશા છે.