મેઘરાજાએ ફરી વાર સૌરાષ્ટ્રને ધમરોળ્યું છે. રાજકોટમાં ગઈકાલ રાતથી વરસી રહેલા અવિરત વરસાદથી સમગ્ર સિટી જળબંબાકાર થઈ ગઈ છે. સાત ક્લાકમાં આઠ ઈંચ વરસાદ ખાબક્તા રાજકોટ પાણી-પાણી થઈ ગયું છે.
દેમાર વરસાદના કારણે રાજકોટમા જનજીવન અસ્તવ્યસ્ત થયું છે તો રાજકોટ માટે આશિર્વાદરૂપ એવો આજી ડેમ ઓવરફ્લો થયો છે. આજી ડેમમાં પાણીની ભરપુર આવક થઈ છે અને ડેમનો નજારો અદ્દભૂત બન્યો છે.
ચાર વર્ષ પછી ડેમ ઓવર ફ્લો થયો છે. 2015માં ભારે વરસાદના કારણે આજી ડેમ પૂરેપૂરો ભરાયો હતો અને છલકાયો હતો. ત્યાર બાદ સૌની યોજના હેઠળ આજી ડેમને ભરવામાં આવ્યું હતું. સમગ્ર રાજકોટમાં આજી ડેમમાંથી પાણી પુરવઠો પહોંચાડવામાં આવે છે.