હમારા બજાજ: સ્કૂટર ફરી વખત રોડ પર દોડતું જોવા મળશે, ચેતક થઈ રહ્યું છે નવા લૂકમાં લોન્ચ

ફરી એક વાર રોડ પર સ્કૂટર દોડતું જોવા મળશે. બાઈક અને એક્ટીવાના ચલણ વચ્ચે એક વખતે જેને હમારા બજાજ કહેવામાં આવતું હતું કે સ્કૂટર ચેતક રસ્તા પર ફરતું જોવા મળવાનું છે. અંદાજે તેર વર્ષના સમયગાળા બાદ બજાજ કંપની દ્વારા બજાજ ચેતક સ્કૂટરને નવા લૂકમાં લોન્ચ કરવામાં આવનાર છે.

નવા લૂકમાં લોન્ચ થનારા ચેતક સ્કૂટરમાં હાલમાં ચાલી રહેલા ટ્રેન્ડનાં લેટેસ્ટ ફીચર્સ જોવા મળવાના છે. ફરી એકવાર ટુ-વ્હીલર સેગમેન્ટમાં પકડ જમાવવાનો પ્રયાસ કરશે. મીડિયા રિપોર્ટસ અનુસાર, બજાજ ઑટો ટૂંક સમયમાં ચેતકને નવા અવતારમાં લૉન્ચ કરશે. નવા ચેતકમાં ઑટોમેટિક ગિયર મળશે. કંપનીએ તાજેતરમાં જ સ્કૂટર બ્રેન્ડ ચેતકને ફરીથી રજીસ્ટર કરાવી છે. કહેવામા આવી રહ્યું છે કે આ ખબર હવે ઝડપથી ફેલાઇ રહી છે અને લોકો જાણવા માટે આતુર છે કે ચેતક આખરે ક્યારે લૉન્ચ થશે.

કંપનીના સૂત્રોએ જણાવ્યું છે કે  ચેતક ઈલેક્ટ્રિક સ્કૂટર હશે અને માર્કેટમાં તેને બજાજ ઓટોના ઈલેક્ટ્રિક ડિવિઝન Bajaj Urban દ્વારા લોન્ચ કરવામાં આવશે. બજાજ અર્બાનાઈટ સ્કૂટરની દેશના અલગ અલગ વિસ્તારમાં ટેસ્ટિંગની કેટલીંય તસવીરો સામે આવી ચુકી છે. કહેવાય છે કે કંપની સપ્ટેંબર, 2019મા સ્કૂટર લોન્ચ કરી શકે છે પરંતુ અત્યાર સુધી તેને લઈને કોઈ અધિકારીક ધોષણા નથી કરવામાં આવી.