NRC: નાગરિકતા સાબિત કરવામાં ફેલ થયેલા લોકોને જાણો ક્યાં રાખવામાં આવશે?

31મી ઓગષ્ટે જ્યારે આસામમાં NRCનું ફાઈનલ લિસ્ટ પ્રસિદ્વ કરવામાં આવતાંની સાથે 19 લાખ લોકોએ ભારતીય નાગરિક્તા ગુમાવી દીધી છે. હવે આ 19 લાખ લોકોને પોતાની નાગરિક્તા પુરવાર કરવાની તક આપવામાં આવશે. જોકે, આસામ સરકારે કહ્યું છે કે કોઈ ગભરાઈ જવાની જરૂર નથી. રહી ગયેલા લોકો 120 દિવસમાં પોતાની નાગરિકતા સાબિત કરી બતાવે. નાગરિક્તા સાબિત કરવા માટે હવે 19 લાખ લોકોએ ટ્રીબ્યુનલનો દરવાજે જવું પડશે. સરકારે 100 ફોરેન ટ્રીબ્યુનલની રચના કરી છે અને આવા 200 ટ્રીબ્યુનલ શરૂ કરવામાં આવનાર છે.

આની સાથો સાથ સરકારે આસામમાં ડિટેન્શન સેન્ટર પણ બનાવવાની શરૂઆત કરી દીધી છે. આ સેન્ટરમાં એવા લોકેને રાખવામાં આવશે કે જેઓ બધી જ રીતે નાગરિક્તા પુરવાર કરવામાં નિષ્ફળ ગયા હોય. આવા જ એક નિર્માણ થઈ રહેલા ડિટેન્શન સેન્ટરનો ફોટો બહાર આવ્યા છે. આ ડિટેન્શન સેન્ટર બહું મોટું છે. એનઆરસી લાગુ થાય બાદ ડિટેન્શન સેન્ટરને બનાવવાનું કામ ઝડપી કરી દેવામાં આવ્યું છે. સેન્ટરની દિવાલો 20 ફૂટ કરતાં પણ ઉંચી છે. રૂમ બનાવવામાં આવી રહ્યા છે. ફોટોમાં મોટા મોટા રૂમ જોવા મળી રહ્યા છે. આ ડિટેન્શન સેન્ટર કદમટોલા ગોપાલપુર ખાતે બનાવવામાં આવી રહ્યું છે.

એનઆરસીની અંતિમ યાદીમાં 3,11,,21,004 લોકોના નામ હતા જ્યારે 19 લાખ લોકોની બાદબાકી કરી દેવામાં આવી છે. આસામ સરકારે કહ્યું કે જ્યાં સુધી ટ્રીબ્યુનલ 19 લાખ લોકો પૈકી કોઈને પણ બિન ભારતીય જાહેર કરતી નથી ત્યાં સુધી કોઈને પણ ડિટેઈન કરવામાં આવશે નહીં.