બાલાકોટ એર સ્ટ્રાઈક બાદ ભારતીય બોર્ડરમાં પ્રવેશ કરનારા પાકિસ્તાની ફાઈટર જેટને ભગાડી દેનારા વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાને ફરી એક વાર મીગ-21ની કોકપીટમાં એન્ટ્રી કરી હતી અને તેમણે ભારતીય વાયુસેનાના પ્રમુખ બીએસ ધનોઓ સાથે ઉડાન ભરી હતી. આ દરમિયા અભિનંદન તદ્દન નવા લૂકમાં જોવા મળ્યા હતા અને પોતાની પહેલી મૂછની સ્ટાઈલને પણ બદલી નાંખી છે.
અભિનંદન જ્યારે પઠાન કોટ એરબેઝ પરથી વાયુસેનાના ચીફ બીએસ ધનોઆ સાથે મી-21ને ઉડાવી રહ્યાની તૈયારી કરી રહ્યા હતા ત્યારે તેઓ ખૂબ જ જોશમાં જોવા મળ્યા હતા. તેમણે મૂછ સાથે પોતાની હેર સ્ટાઈલ પણ બદલી નાંખી છે.
વિંગ કમાન્ડર અભિનંદને પાકિસ્તાનના એફ-16 વિમાનને તોડી પાડ્યું હતું. પણ પાકિસ્તાનના વિમાનનો પીછો કરી તેઓ પીઓકે સુધી પહોંચી ગયા હતા. પાકિસ્તાને તેમને પકડી લીધા હતા અને ભારતની અસરકારકતા વચ્ચે 24 ક્લાકમાં અભિનંદનને મૂક્ત કરવાની ફરડ પડી હતી.
તે સમયે અભિનંદનની મૂછોનો ક્રેઝ વધી ગયો હતો. કોંગ્રેસના નેતા અધીરરંજન ચૌધરીએ તો અભિનંદનની મૂછોને રાષ્ટ્રીય મૂછ જાહેર કરવાની પણ માંગ કરી દીધી હતી. યુવાનોમાં તેમની મૂછોનો જબરો ક્રેઝ જોવા મળ્યો હતો.