જમ્મૂ-કાશ્મીરમાંથી કલમ-370 રદ્દ કર્યા બાદ બે પૂર્વ મુખ્યમંત્રી મહેબુબા મૂફતી અને ઉંમર અબ્દુલ્લાને હિરાસતમાં લેવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે મોદી સરકારે કલમ 370 રદ્દ કર્યા બાદથી બન્ને નેતાઓ કસ્ટડીમાં છે અને ઉંમર અબ્દુલ્લાએ શેવિંગ પણ કર્યું નથી જ્યારે મહેબુબા મૂફતી ઈબાદતમાં દિવસો પસાર કરી રહ્યા છ.
રવિવારે બન્ને પૂર્વ મુખ્યમંત્રીઓના પરિવારોને મળવા માટે પરવાનગી આપવામાં આ હતી. ઉંમર અબ્દુલ્લાના બહેન, તેમના ત્રણ બાળકો હરી નિવાસ ગેસ્ટ હાઉસમાં તેમને મળ્યા હતા. આ સ્થળે ઉમર પાછલા એક મહિનાથી કસ્ટડીમાં છે. સૂત્રોએ કહ્યું કે ઉમર અબ્દુલ્લાએ દાઢી વધારી દીધી છે અને આ સમય દરમિયાન એક પણ વાર શેવિંગ કરી નથી.
ગેસ્ટ હાઉસમાં ટીવીની સુવિધા આપવામાં આવી નથી, સમગ્ર સમય વાંચવામાં વિતાવી રહ્યા છે. કાશ્મીરના વરિષ્ઠ અધિકારીઓએ ઉંમરના પિતા ફારુક અબ્દુલ્લા સાથે તેમના ઘરે મુલાકાત કરી હતી. ફારુક અબ્દુલ્લાએ પુત્રને મળવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, પણ તેમને પરમીશન આપવામાં આવી ન હતી. ફારુક અબ્દુલ્લા પાંચમી ઓગષ્ટ તેમના જ ઘરમાં નજર કૈદ છે. જોકે, કલમ 370 રદ્દ થયા બાદ ફારુક અબ્દુલ્લાએ પોતાના નિવાસેથી બહાર નીકળી મીડિયા સાથે વાતચીત કરી હતી. પરંતુ બાદમાં તેમના ઘરે સુરક્ષા વધારી દેવામાં આવી હતી અને તે પછી તેઓ ઘરમાંથી બહાર નીકળ્યા ન હતા.
જ્યારે પીડીપીના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી મહેબુબા મૂફતીને તાજેતરમાં જ તેમના ઘરવાળાને મળવા દેવામાં આવ્યા હતા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે માતા, બહેને મહેબુબાની મુલાકાત કરી હતી. મહેબુબા વધારે સમય ઈબાદતમાં ગુજારી રહ્યા છે.
નોંધનીય છે કે કાશ્મીર ખીણમાં કલમ 370 રદ્દ કકાય બાદ સખત સુરક્ષા ગોઠવી દેવામાં આવી છે. 35 હજાર કરતાં પણ વધારે સુરક્ષા જવાનો કાશ્મીર ખીણમાં તૈનાત કરવામાં આવ્યા છે. કોઈ પણ અનિચ્છનીય ઘટનાને ખાળવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. કેટલીક જગ્યાએ પથ્થરમારાની ઘટના બની છે પણ કોઈ જાનહાનીના સમચારો મળી રહ્યા નથી.