પાકિસ્તાને સોમવારે કુલભૂષણ જાધવને કાઉન્સલર એક્સેસ આપવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે પાકિસ્તાની જેલમાં બંધ જાદવને વિયેના કન્વેન્શન અને ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ (આઈસીજે)ના ફેંસલા તથા પાકિસ્તાનના કાયદા પ્રમાણે કાઉન્સીલર એક્સેસ આપવામાં આવશે.
પાકિસ્તાનના આ પ્રસ્તાવ પર ભારતે પોતાનો રવૈયો સ્પષ્ટ કરતાં કહ્યું કે પોતાનું જાદવને કોઈ પણ પ્રકારની નિગરાની વિના કાઉન્સલર એક્સેસ મળવો જોઈએ. કુલભૂષણ જાધવને દુતાવાસની મદદ આપવા પાકિસ્તાનના વાયદાનાં 6 સપ્તાહ બાદ ઈસ્લામાબાદ દ્વારા ગુરુવારે જણાવાયું હતું કે આ મુદ્દે પાકિસ્તાન સરકાર ભારત સરકારનાં સંપર્કમાં છે.
નોંધનીય છે કે પહેલી ઓગષ્ટે પાકિસ્તાનના વિદેશ કાર્યાલય દ્વારા જણાવાયું હતું કે ફાંસીની સજાનો સામનો કરી રહેલા ભારતીય નૌસેનાના સેવા નિવૃત્ત અધિકારી જાદવને દુતાવાસની મદદ આપવામાં આવશે.
49 વર્ષીય કુલભૂષણ જાદવને પાકિસ્તાનની કોર્ટે એપ્રિલ-2017માં ફાંસની સજા સંભળાવી હતી. ભારતે સજા વિરુદ્વ ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટીસમાં અપીલ કરી હતી અને ફાંસીની સજા પર રોક લગાવવાની માંગ કરી હતી. આઈસીજેએ 17મી જૂલાઈએ ફાંસની સજા અને તાત્કાલિક અસરથી ફેરવિચારણા કરવા અને જાદવને કાઉન્સીલર એક્સેસ આપવાનો આદેશ આપ્યો હતો.