મોંઘવારની માર: CNG બાદ રસોઈ ગેસનાં ભાવમાં વધારો, જાણો હવે કેટલામાં મળશે ગેસનો બાટલો

પહેલી સપ્ટેમ્બર એટલે કે આજથી રસોઈ ગેસના સિલિન્ડરની કિંમતમાં વધારો થયો છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા સબસિડી વગરના ગેસ સિલિન્ડરની કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે. છેલ્લા બે મહિનાથી કિંમતો સતત ઘટી રહી હતી.

દેશના મુખ્ય શહેરોમાં સબસિડી વગરના ગેસ સિલિન્ડરમાં લગભગ 16 રૂપિયાનો વધારો થયો છે. આજથી દિલ્હીમાં 14.2 કિલોના સબસિડી વગરના સિલિન્ડર માટે તમારે 590 રૂપિયા ચૂક્વવા પડશે. કોલકાતામાં તેની કિંમત 616.50 રૂપિયા છે.

મુંબઈ અને ચેન્નાઈમાં 14.2 કિલોના સબસિડી વગરના સિલિન્ડરની કિંમત 562 અને 616.50 રૂપિયા છે. ત્યારે 19 કિલોના સિલિન્ડરની કિંમત દિલ્હીમાં 1054.50 રૂપિયા થઈ ગઈ છે. કોલકાતામાં 1114.50 રૂપિયા, મુંબઈમાં 1008.50 રૂપિયા અને ચેન્નાઈમાં 1174.50 રૂપિયા છે.