પાછલા કેટલાક દિવસોથી સુરતના પોલીસ કમિશનર સતીષ શર્માને લઈ ચાલી રહેલી અટકળોનો આજે અંત આવ્યો છે. સતીષ શર્માને એક્સટેન્શન મળશે કે કેમ તેને લઈ ચાલેલી ચર્ચામાં આજે વિધિવત રીતે તેઓ નિવૃત્ત થયા હતા.
પોલીસ સૂત્રો મુજબ આઈપીએસ સતીષ શર્માને સુરતના કમિશર તરીકે એક્સટેન્શન આપવામાં આવશે તેને લઈને ભારે ચર્ચા ચાલી હતી. પરંતુ જાણવા મળ્યા મુજબ ખુદ સતીષ શર્માએ કૌટુંબિક કારણોસર એક્સટેન્શન લેવા અંગે મન બનાવ્યું ન હતું. આજે તેમના લાંબા કાર્યકાળનો અંતિમ દિવસ હતો અને તેઓ રીટાયર થયા છે.
સુરતના જોઈન્ટ પોલીસ કમિશનર હરિકૃષ્ણ પટેલને પોલીસ કમિશનરનો ચાર્જ સોંપવામાં આવ્યો હોવાની જાહેરાત ગૃહ વિભાગ દ્વારા કરવામાં આવી છે. જ્યાં સુધી નવા પોલીસ કમિશનરની નિમણૂંક ન થાય ત્યાં સુધી હરિકૃષ્ણ પટેલ સુરતના પોલીસ કમિશર તરીકે કાર્યરત રહેશે.
સુરતના પોલીસ કમિશર તરીકે દિવસ ભર સોશિયલ મીડિયામાં અનેક નામોની ચર્ચા ચાલી હતી. જેમાં રાજેન્દ્ર બ્રહ્મભટ્ટનું નામ જોરશોરથી ચાલ્યું હતું. ઈન્ચાર્જ પોલીસ કમિશનર હરિકૃષ્ણ પટેલને સુરરનો બહોળો અનુભવ છે અને સુરતની ભૂગોળથી તેઓ સારી રીતે વાકેફ છે. આ ઉપરાંત તહેવારોની સિઝન છે અને ગણપતિ-મહોરર્મ જેવા પર્વો બે દિવસના આંતરે ઉજવવાના હોવાથી શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા માટેનો મોટો પડકાર સુરત પોલીસના માથે આવ્યો છે.