હવે કચ્છના હરામી નાલામાં ધૂષણખોરી કરનારા પાકિસ્તાની આંતકીઓનો સફાયો કરશે BSFના મગર

આતંકીઓના સફાયા માટે ખતરનાક મગરોને તૈનાત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોઈ પણ પ્રકારની ઘૂષણખોરીને રોકવા માટે અને આતંકીઓના સફાયા માટે આ મગરોને ખાસ રીતે ટ્રેનીંગ આપવામાં આવી છે.

ગુજરાતના કચ્છના દરીયામાં આવેલા હરામી નાલામાં પાકિસ્તાની આતંકીઓ ઘૂષણખોરી થવાના ઈનપૂટ મળી રહ્યા છે અને ગુજરાત બોર્ડરને હાઈ એલર્ટ કરવામાં આવી છે. ઈનપૂટમાં કહેવાયું હતું કે પાકિસ્તાન દરીયાઈ માર્ગે ઘૂષણખોરી કરી આતંકી યોજનાને અંજામ આપી શકે છે. ખાસ કરીને આતંકી સંગઠન જૈશે મહોમ્મદ અને એસએસજી કમાન્ડો હરામી નાલા થકી ભારતીય બોર્ડરમાં પ્રવેશી શકે છે. આ સ્થિતિને પહોંચી વળવા માટે હરામી નાલામાં ખતરનાક મગરોને છોડી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

હકીકતમાં બીએસએફ દ્વારા ક્રીક કોક્રોડાઈલ કમાનડોનું ગ્રુપ છે. જેના સરહદ પર ખાસ કરીને કાદવીયા પાણીમાં ધૂષણખોરી અટકાવવા માટે ટ્રેનીંગ આપવામાં આવી છે. પાકિસ્તાની આતંકવાદી ષડયંત્રો અને મુંબઈ હુમલા બાદ આ બટાલીનને સ્પેશિયલ ટ્રેનીંગ આપવામાં આવી છે. હવે આ કોક્રોડોઈલ કમાન્ડોને 22 કિમીની લાંબી સરહદ પર તૈનાત કરવામાં આવશે.

ભારત-પાકિસ્તાનની દરિયા સીમા ગુજરાતના કચ્છ ખાતે મળે છે. અહીંયા કાદવીયું પાણી અને અત્યંત ખતરનાક હરામી નાલા આવેલો છે. આ નાલાનો ઉપયોગ પાકિસ્તાન આતંકી ઘૂષણખોરી માટે કરી શકે તેવી આશંકા છે. જોકે, જમ્મૂ-કાશ્મીર કરતાં ગુજરાત બોર્ડરનું પાકિસ્તાને અત્યાર સુધી ધૂષણખોરીમાં ઓછો ઉપયોગ કર્યો છે, પણ વર્તમાન સમયમાં સાવધાની રાખવામાં આવી રહી છે.

મે મહિના દરમિયાન આ જ વિસ્તારમાંથી પાકિસ્તાની માછીમારો ઘૂષણખોરી કરતા પકડાય હતા. આ ઘૂષણખોરીના બીએસએફના જવાનોએ નિષ્ફળ બનાવી હતી. ત્યાર બાદ બે ખાલી બોટ પણ મળી આવી હતી. આ ઘટનાઓને પગલે બીએસએફના મગર કમાન્ડોને કચ્છમાં તૈનાત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.