ફિલ્મ એકટ્રેસમાંથી કોંગ્રેસના નેતા બનેલી ઉર્મિલા માર્તોંડકરે કલમ-370 હટાવ્યા બાદ જમ્મૂ-કાશ્મીરમાં સુરક્ષા વ્યવસ્થા ચાંપતી કરવા પર કેન્દ્ર સરકાર પર નિશાન સાંધ્યું છે. તેણે કહ્યું કે તેમના પતિ છેલ્લાં 22 દિવસથી કાશ્મીરમાં રહેતા માતા-પિતા સાથે વાત કરી શકયા નથી.
કોંગ્રેસની ટિકિટ પર લોકસભા ચૂંટણી લડનાર માતોંડકરે અહીં પત્રકારો સાથે વાત કરતાં કહ્યું કે પ્રશ્ન માત્ર કલમ-370 હટાવાનો નથી. આ અમાનવીય પદ્ધતિથી કરાયું. ઉલ્લેખનીય છે કે માતોંડકર ચૂંટણી હારી ગયા હતા. તેમણે કહ્યું કે મારા સાસુ-સસરા ત્યાં રહે છે. બંનેને ડાયાબીટીસ છે, હાઇ બ્લડ પ્રેશરની મુશ્કેલી છે. આજે 22 દિવસ થયા છે ન તો હું કે મારા પતિ તેમની સાથે વાત કરી શકયા નથી. અમને કોઇ અંદાજો નથી કે શું તેમની પાસે ઘરમાં દવાઓ ઉપલબ્ધ છે કે નહીં.
આપને જણાવી દઇએ કે કેન્દ્ર સરકારે આ મહિનાની શરૂઆતમાં જમ્મુ-કાશ્મીરની સ્વાયત્તાને ખત્મ કરી દીધી હતી અને રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજીત કરી દીધા હતા. રાજ્યના ખાસ દરજ્જાને ખત્મ કરવાનો મતલબ હતો કે ત્યાંના લોકો સંપત્તિ, સરકારી નોકરીઓ અને કોલેજોની સીટો પર ખાસ અધિકાર ગુમાવી દેશે અને તેમને પણ એવો જ અધિકાર હશે જેવો દેશના બીજા રાજ્યના લોકોને. આપને જણાવી દઇએ કે જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદથી સરકાર ઘાટીની સ્થિતિ પર સતત નજર બનાવી બેઠું છે. કાશ્મીરમાં ધીમે-ધીમે હવે સ્થિતિ પણ સામાન્ય થઇ રહી છે. તો ઇન્ટરનેટ પર હજુ પ્રતિબંધ છે.
આપને જણાવી દઇએ કે ઉર્મિલા માતોંડકરે પોતાની ઉંમરથી નવ વર્ષ નાના મોહસીન અખ્તર સાથે લગ્ન કર્યા હતા. મોહસીન એક બિઝનેસ કરનાર કાશ્મીરી પરિવારમાંથી આવે છે. ઉર્મિલાના લગ્નમાં કેટલાંક ટોચના લોકો જ સામેલ થયા હતા.