“મમ્મીને કહ્યું કૂદી જાઉં” અને એક્ટ્રેસે ટેરેસ પરથી માર્યો મોતનો ભૂસ્કો

મુંબઈમાં રહેતી મોડલ-એકટ્રેસે ગુરુવારે રાત્રે આત્મહત્યા કરી જીવ ખોયો હતો. મોડલ અને એકટ્રેસનું નામ પર્લ પંજાબી છે. આ પહેલાં પણ પર્લ વે વખત આત્મહત્યાની કોશીશ કરી ચૂકી હતી. બન્ને વખતે તેને બચાવી લેવામાં આવી હતી પણ ગઈ રાત્રે ત્રીજી વખત તેને બચાવી શકાઈ ન હતી. પર્લ પંજાબી પોતાની નિષ્ફળતાથી નાસીપાસ થઈ ગઈ હતી અને આના કારણે તેણે જીવનલીલા સંકેલી લીધી હોવાનું જાણવા મળી રહ્યું છે.

પર્લ પંજાબી માનિસક  રીતે ડિસ્ટર્બ હોવાનું પોલીસે જણાવ્યું છે. પર્લની માતા સાથે પણ બનતી ન હતી. બન્ને વચ્ચે વારેછાશવારે ઝઘડો થયા કરતો હતો.

લાંબા સમયથી પર્લ પંજાબી હિન્દી ફિલ્મોમાં ડગ માંડવાની કોશીશ કરી રહી હતી. પણ તેને સફળતા મળી રહી ન હતી. પર્સનલ લાઈફ પણ ડિસ્ટર્બ રહેતી હતી. નિષ્ફળતાના કારણે પર્લે ભાર સહન ન થતાં આત્મહત્યા કરી લીધી હતી.

ઘટના અંગે બિલ્ડીંગના સિક્યોરીટી ગાર્ડ બિપીનકુમારે કહ્યું કે પર્લને આદત હતી. તે તેની મમ્મીને કાયમ કહેતી હતી કે અહીંયાથી કૂદી જાઉં. બારીમાંથી કૂદી જાઉં તો કેવું. આજે ખબર નહીં પણ શું થયું. હું ઉપર ગયો તો તો મેં જોયું કે ટેરેસનો દરવાજો ખૂલ્લો હતો. અવાજ આવી રહ્યો હતો. મને લાગ્યું કે રોડ પર કોઈ બૂમાબૂમ કરી રહ્યો છે.

ગાર્ડના કહેવા પ્રમાણે હું નીચે આવ્યો.ત્રીજા માળે પર્લના મમ્મી મળ્યા. અમે બન્ને નીચે આવ્યા તો જોયું કે પર્લ નીચે લોહીમાં લથબથ પડી હતી. ઘટના રાત્રે 12.15થી 12.30 વચ્ચે બની હોવાનું અનુમાન છે.

પર્લ પંજાબીને તાત્કાલિક કોકીલાબેન હોસ્પિટલમાં લઈ જવામાં આવી. પણ સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. ઘટના અંગે પોલીસ તપાસ કરી રહી છે. પર્લની ઉંમર 22 વર્ષની હતી. આ પહેલાં બે વાર તેણે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો પણ બન્ને વખત તેને બચાવી લેવામાં આવી હતી પણ ગઈ રાત્રે ત્રીજી વખત પર્લને બચાવી શકાઈ ન હતી. પર્લ પંજાબી એક આશાસ્પદ અભિનેત્રી હતી.