79 IASની બદલી: સુરતના નવા કમિશર કોણ બન્યા, રાજકોટમાં મ્યુનિ.કમિ. અને કલેક્ટર તરીકે કોણ આવ્યા?

ગુજરાત સરકારે આજે 79 આઈએએસ અધિકારીઓની બદલી કરી છે. જેમાં સુરતના મ્યુનિસિપલ કમિશનર, રાજકોટના કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશન ઉપરાંત જિલ્લાના કલેક્ટરો તથા ડીડીઓ ઉપરાંત સચિવોની બદલી કરતો હુકમ કર્યો છે.

સુરતના મ્યુનિસિપર કમિશનર થેન્નારાસનની  બદલી રાજ્યના ઈન્ડસ્ટ્રીઝ એન્ડ માઈન્સ ડિપાર્ટમેન્ટ અને જીઆઈડીસીના વાઈસ ચેરમેન તરીકે કરવામાં આવી છે. અત્રે નોંધનીય છે કે સુરતમાં તક્ષશિલા આર્કેડમાં થયેલા અગ્નિકાંડ બાદ થેન્નારાસન સામે મોટાપાયા પર વિરોધ વંટોળ ઉભો થયો હતો.

રાજકોટના કમિશનર બચ્છાનિધિ પાનીને સુરતના મ્યુનિસિપલ કમિશનર તરીકે નિમણૂંક આપવામાં આવી છે. જ્યારે રમૈયા મોહનને રાજકોટના કલેક્ટર તરીકે નિમણૂંક આપવામાં આવી છે. રાજકોટના મ્યુનિસિપલ કમિશનર તરીકે ઉદિત અગ્રવાલને અપોઈન્ટમેન્ટ આપવામાં આવી છે.

શ્રીમતી નેહાને તાપીના ડીડીઓ બનાવવામાં આવ્યા છે અને એમ.નાગરાજનને કચ્છ-ભૂજના કલેક્ટર તરીક નિમણૂંક આપવામાં આવી છે.

અરાવલ્લી-મોડાસાના કલેક્ટર તરીકે અમૃતેશ કાલીદાસ ઔરંગાબાદકરની નિમણૂંક કરવામાં આવી છે જ્યરે નવસારીના કલેક્ટર એમડી મોઢીયાની ભરૂચ કલેક્ટર તરીકે ટ્રાન્સફર કરવામાં આવી છે. અરિવંદ વીને ભરૂચના ડીડીઓ બનાવવામાં આવ્યા છે.

જૂઓ સંપૂર્ણ લિસ્ટ

IAS_Transfer_Notification_30-08-2019 (2)