પાકિસ્તાને કરાચી હવાઈ મથક બંધ રાખવાની ઘોષણા કર્યાના એક દિવસ પછી, ઇસ્લામિક રાષ્ટ્રએ બુધવાર અને ગુરુવારની મધ્યવર્તી રાત્રે બેલિસ્ટિક મિસાઇલ ગઝનવીનું પરીક્ષણ કર્યું હતું. ભારત પાકિસ્તાન વચ્ચે પહેલેથી જ વણસેલી સ્થિતિમાં વધારો કરનારા તરીકે જોઈ શકાય છે.
આ વર્ષ દરમિયાન શ્રેણીબદ્ધ ઘટનાઓ બાદ ભારત સાથે રાજદ્વારી સંબંધો કાપી નાંખવામાં આવ્યા હતા. પાકિસ્તાને બુધવારે કરાચીના હવાઈ મથકના ત્રણ રૂટ બંધ કરી દીધા હતા અને કરાચી નજીક સોનમિયાની રેન્જમાં પરીક્ષણ કરવાની જાહેરાત કરી હતી.
‘એમ ડીજી-આઇએસપીઆર મેજર જનરલ આસિફ ગફૂરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે પાકિસ્તાને સફળતાપૂર્વક બેલિસ્ટિક મિસાઇલ ગઝનવીનું ટેસ્ટીંગ કર્યુ છે. આ મિસાઈલ 290 કિમી સુધી અનેક પ્રકારનાં હથિયારો પહોંચાડવા માટે સક્ષમ છે.