બિગ ન્યૂઝ: પાકિસ્તાની કમાન્ડો કચ્છની બોર્ડરમાં ઘૂસી શકે છે, નેવી અને આર્મી હાઈએલર્ટ પર

જમ્મૂ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ પાકિસ્તાનના ઉધામા સતત ચાલું રહ્યા છે. પાકિસ્તાન રઘવાયું બની ગયું અને ભારતને ડિસ્ટર્બ કરવાની નાપાક હરકતો કરી રહ્યું છે. ભારતમાં આતંક ફેલાવવા માટે ષડયંત્રો કરી રહ્યું હોવાના ઈનપૂટ બાદ બોર્ડર પર સેનાને એલર્ટ કરી દેવામાં આવી છે અને બોર્ડર વિસ્તારોમાં સઘન પેટ્રોલીંગ અને કોમ્બીંગ કરવામાં આવી રહ્યું છે ત્યારે ગુજરાતની સાથે આવેલી પાકિસ્તાનની બોર્ડર એટલે કે કચ્છમાં પાકિસ્તાન દ્વારા ઘૂષણખોરીનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોવાના સનસનાટીપૂર્ણ અહેવાલ મળી રહ્યા છે.

દરિયાઈ પટ્ટીમાં નેવીએ ગુજરાતના તમામ બંદરો માટે એલર્ટની જાહેરાત કરી છે અને દરીયા કિનારાના વિસ્તારોને સાવધ રહેલ માટે હુકમ આપ્યા છે.

નેવીના ચીફે તાજેતરમાં ધડાકો કર્યો હતો કે પાકિસ્તાની કમાન્ડો ગુજરાત સાથે સંકળાયેલી કચ્છની બોર્ડરથી ઘૂસી શકે છે. નેવીએ યુદ્વ જહાજોને પણ એલર્ટ પર રાખ્યા છે. પાકિસ્તાનના રેલ મંત્રી શેખ રશીદ દ્વારા ગઈકાલે ઓક્ટોબર-નવેમ્બરમાં ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્વ ફાટી નીકળવાનું મોટું અને ગંભીર નિવેદન આપવામાં આવ્યું હતું.

ન્યૂઝ એજન્સી ANIના રિપોર્ટ પ્રમાણે બીએસએફ અને કોસ્ટગાર્ડ સહિત અન્ય સિક્યોરીટી એજન્સીસને હાઈ એલર્ટ પર રાખવામાં આવી છે. પાકિસ્તાનના એસએસજી કમાન્ડો અને આતંકીઓ દ્વારા કચ્છના અખાત અને સરક્રીકમાં નાની બોટો દ્વારા ઘૂસવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સમગ્ર વિસ્તારમાં સઘન પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યું છે.

આ ઉપરાંત ANIએ જણાવ્યું છે કે પાકિસ્તાની કમાન્ડો કચ્છમાંથી ઘૂષણખોરી કરી શકે તેવા ઈપૂટના આધારે કંડલા પોર્ટની સુરક્ષાને સઘન બનાવી દેવામાં આવી છે. પાકિસ્તાન દરીયાઈ માર્ગે કોમ્યુનલ ડિસ્ટર્બન્સ અથવા આતંકી હુમલો કરી શકે તેવી આશંકા સેવવામાં આવી રહી ચે.