ફરી એક વાર વરસાદમાં લથબથ થવા થઈ જાઓ તૈયાર, આ દિવસોમાં પડી શકે છે ભારે વરસાદ

આ વખતે મેઘરાજાએ ગુજરાતને તરબોળ કરી નાંખ્યું છે. ઓગષ્ટ મહિનામાં મોટાભાગે જોરદાર વરસાદ પડી ગયો છે. હવે મેઘરાજા સપ્ટેમ્બરમાં ફરી બેટીંગ કરે તેવી આગાહી કરવામાં આવી રહી છે. સપ્ટેમ્બર પ્રારંભે ખાસ કરીને ત્રીજીથી પાંચ તારીખની વચ્ચે ગુજરાતમાં વ્યાપક વરસાદ થવાનું હવામાન નિષ્ણોતોનુ માનવું છે.

નવી વરસાદી સિસ્ટમ બની રહી છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં અકિલા વરસાદનું પ્રમાણ વિશેષ રહેશે. સામાન્ય રીતે સપ્ટેમ્બરમાં ચોમાસાની વિદાય થતી હોય છે પરંતુ આ વખતે સપ્ટેમ્બર પણ વરસાદનો મહિનો બની રહે તેવી સંભાવના છે.

ગુજરાતમાં અત્યાર સુધીમાં 95 ટકા જેટલો વરસા થઇ ગયો છે. સરેરાશ 100 ટકાથી વધુ વરસાદ થાય તેવી શકયતા છે. આ વર્ષે મેઘરાજાએ રાજયના તમામ ઝોનમાં 70 ટકાથી વધુ વરસાદ વરસાવ્યો છે. સંતુલિત અને પ્રમાણમાં સલામત રીતે વરસાદ વરસ્યો છે.