જૂનાગઢથી સુરત તરફ આવી રહેલી ફોર્ડ એન્ડેવર કારનો ડૂચો વળી ગયો, બે યુવતી સહિત પાંચના મોત

જૂનાગઢના મેંદરડા રોડ નવા ગામ ચોકડી પાસે સુરત તરફ આવી રહેલી ફોર્ડ એન્ડેવર કાર પુલ પરથી નીચે ખાબક્તા પાંચ લોકોના મોત નિપજ્યા છે જ્યારે બે લોકોને ઈજા થતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

વિગતો મુજબ GJ-11-CD-0001 નંબરની કાર જૂનાગઢથી સુરત તરફ આવી રહી હતી ત્યારે નવાગામની ગાંઠીલા ચોકડી પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ડ્રાઈવર સીટ પર બેઠેલા યુવાન ઈશાંત ચંદાણીએ સ્ટીયરીંગ પરનો કાબૂ ગૂમાવતા કાર સીધી પુલ પરથી નીચે પડી હતી અને કારમાં બેઠેલા ઈશાંત સલીમ ચંદાણી, એજાઝ ફરીઝ ચંદાણી, કુંજન પ્રદીપગીરી અપારનાથી, ભાવિક કાળુભાઈ મકવાણા અને પાયલ વિનોદ લાઠીયાનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું,

ક્રેનની મદદથી પાંચેના શબ બહાર કાઢવામાં આવ્યા હતા. જ્યારે ઈજાગ્રસ્તોને ગંભીર હાલતમાં નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી

મરણજનાર

  • ઇશાંત સલીમભાઈ ચંદાણી મીર ઉ.વ.-19
  • એજાઝ ફિરોઝભાઈ ચંદાણી મીર ઉ.વ.-25
  • ભાવિક કાળુભાઇ મકવાણા ઉ.વ.24
  • પાયલબેન વિનોદભાઈ લાઠીયા ઉ.વ.-20 રહે.તમામ જૂનાગઢ
  • કુંજનબેન પ્રદીપગીરી અપારનાથી ઉ.વ.-20 રહે. વેરાવળ

સારવાર હેઠળ

  • સુનિલ સોલંકી ઉ.વ.-24
  • સમન સલીમભાઈ મીર ઉ.વ.-15