હાઈ એલર્ટ: અદાણી-મુન્દ્રા અને કંડલા પોર્ટ પર ખતરો, પાકિસ્તાની કમાન્ડો કચ્છના દરીયામાં ઘૂસ્યા

જમ્મૂ-કાશ્મીરમાંથી કલમ-370 રદ્દ કરવામાં આવ્યા બાદ પાકિસ્તાન દ્વારા ઘૂષણખોરી કરવામાં આવી રહી છે. રિપોર્ટ પ્રમાણે પાકિસ્તાની કમાન્ડોએ કચ્છના દરિયામાં ઘૂષણખોરી કરી હોવાના ઈનપૂટ મળતા અદાણી-મુન્દ્ર પોર્ટને હાઈએલર્ટ કરવામાં આવ્યા છે. સમગ્ર પોર્ટમાં સઘન પેટ્રોલીંગ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

ખાસ કરીને સરક્રીક અને હરામી નાલા દ્વારા પાકિસ્તાની કમાન્ડો કચ્છના અખાતમાં ધૂસ્યા હોવાના ઈનપૂટ આપવામાં આવતા નેવી દ્વારા અદાણી-મુદ્રા પોર્ટને સચેત કરવામાં આવ્યા છે. મુન્દ્રા-કંડલા પોર્ટમાં આવતા જહાજ અને બોટમાં કોઈ શંકાસ્પદ હિલચાલ નજરે પડે તો તાત્કાલિક રિપોર્ટ કરવામાં આવે તેવી એડવાઈઝરી બહાર પાડવામાં આવી છે.

પોર્ટ ઉપરાંત શીપીંગ એજન્ટો અને સ્ટેહોલ્ડર્સ માટે પણ એડવાઈઝરીમાં લખવામાં આવ્યું છે કે પાકિસ્તાની કમાન્ડોને પાણીની અંદરથી હુમલો કરવાની ટ્રેનીંગ આપવામાં આવેલી હોય છે. ગુજરાત બોર્ડર પર કોઈ પણ અનિચ્છનીય ઘટના બને તે માટે સુરક્ષાના મહત્તમ પગલા ભરવામાં આવે.

બુધવારે રાત્રે પોર્ટ ઓથોરિટીએ જણાવ્યું છે કે કોઈ પણ શંકાસ્પદ હરકત જણાઈ આવે તો તાત્કાલિક મરીન કન્ટ્રોલ સ્ટેશન અને પોર્ટ ઓપરેશન સેન્ટરને જાણ કરવામાં આવે. પોર્ટ પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. પોર્ટનો ઉપયોગ કરતા લોકોને આમાં સહયોગ આપવા જણાવવામાં આવ્યું છે. શનિવારે સરહદ સુરક્ષા દળ (બીએસપી) ને ભારત-પાક સરહદે ક્રીક વિસ્તારમાં તૂટેલી એક સિંગલ એન્જિનવાળી પાકિસ્તાની ફિશિંગ બોટ મળી હતી.