છોટા ઉદેપુરના ગઢબોરીયાદ-કાધા ગામના લો-લેવલ બ્રિજ પરથી પાણીના પ્રચંડ મોજામાં કાર વહેવા લાગી હતી. જેમાં અનેક લોકો સવાર હતા. એક કાર તો 100 મીટર સુધી પાણીમાં ખેંચાઈ ગઈ હતી. આ કારમાં ચાર લોકો સવાર હતા. કારમાં લોકોને ખેંચાતા જોઈને મહિલાએ પોતાની સાડીનો પાલવ પાથરી દીધો. સાડી ઉતારી મહિલાએ બીજા કિનારે ફેંકી અને તેના કારણે મહિલાએ પોતાની અને અન્યોના જીવ બચાવ્યા હતા.
સ્થાનિક લોકોએ કહ્યું કે એક કાર કોઝવે પાસે આવીને પાણીની અંદર અટકી પડી હતી. કારનો ડ્રાઈવર ગભરાઈ ગયો હતો. પાણીના મોજા તીવ્ર હતા અને ડ્રાઈવરે કારને રિવર્સ કરી તો એ પાણીમાં ખેંચાવા લાગી હતી.
જૂઓ વીડિયો…
નસવાડીના ગઢબોરીયાદ-વાઘોડીયામાં વ્યારા પાસે ભારે વરસાદના કારણે નદી તોફાની બની હતી. આના કારણે લો-લેવલ બ્રિજ પર પાણી ફરી વળ્યા હતા. આ સ્થિતિમાં વાહનચાલકોને મોટી મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો.
ગઈકાલે છોટાઉદેપુરમાં ભારે વરસાદ હતો. કારમાં લોકોએ બૂમાબૂમ કરી હતી. અવાજ સાંભળીને લોકો એકત્ર થયા અને કારની પાછળ દોડ્યા હતા. મહિલાની સાડીએ અનેકના જાન બચાવી લીધા છે પણ કારના ડ્રાઈવરનો કોઈ પત્તો લાગ્યો નથી.