હવે તો સિંહ પણ ઘાસ ખાય છે, પણ પછી શું થાય છે? જૂઓ વીડિયો

સામાન્ય રીતે આપણે ત્યાં એવી માન્યતા છે કે સિંહ ભલે ભૂખો મરી જાય પણ ઘાસ ન ખાય. પણ આ કહેવતને ખોટી સાબિત કરતી ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. જેમાં જંગલનો રાજા સિંહ ઘાસ ખાતો દેખાય છે. જોકે, ઘાસ નહીં પચવાના કારણે તે વોમીટ કરી નાંખે છે.

સિંહના ઘાસ ખાવાનો વીડિયો ગીરસોમનાથના તુલસીશ્યામ વિસ્તારનો છે. જ્યાં ભારે વરસાદ થવાના કારણે ચારેતરફ લીલોતરું ઘાસ ઉગી નીકળ્યું હતું. ગીના જંગલોમાં રહેતા કેટલાક માલધારીઓ સિંહને જંગલની બહાર કાઢે છે. જેના કારણે તેમની આ દુર્દશા થાય છે. આવી સ્થિતિમાં ભૂખ લાગતા જંગલનો રાજા સિંહ ઘાસ ખાવા માટે લાચાર બની જાય છે.

જૂઓ વીડિયો..

સિંહને ઘાસ ખાતો જોઈને હાજર ટૂરિસ્ટે આ દ્રશ્યોને મોબાઈલમાં રેકોર્ડ કરી લીધા હતા અને સોશિયલ મીડિયામાં વાયરલ કર્ય હતા. વીડિયો વાયરલ થયા બાદ સિંહપ્રેમીઓમાં દુખ અને રોષની લાગણી છે. સાથો સાથ વનતંત્રના સિંહોની સુરક્ષાના દાવો કેટલો મજબૂત છે તેના પર પણ સવાલો ઉભા થવા લાગ્યા છે.