નસીબ બદલાતા વાર લાગતી નથી: રાનુ મંડલને સલમાન ખાને ગિફ્ટ કર્યું 55 લાખ રૂપિયાનું ઘર

ઈન્ટરનેટ પર છવાઈ ચૂકેલી અને એક વખત કોલકાતાના રેલવે પ્લેટફોર્મ પર ગીતો ગાઈ, ભીખ માંગીને ગુજરાન ચલાવતી રાનુ મંડલની કિસ્મત ચમકી છે. સંગતીકાર હિમેશ રેશમીયાએ પોતાની ફિલ્મમાં ગીત ગવડાવ્યું તો દબંગ ખાને રાનુ મંડલ માટે પણ એવું કર્યું કે લોકોમાં તેની ચર્ચા થવા લાગી છે. રાનુ મંડલ હવે બોલિવૂડની સ્ટાર બની ગઈ છે. હિમેશ રેશમીયાનું ગીત વાયરલ થયું છે.

રાનુ મંડલના અવાજથી બોલિવૂડના અનેક દિગ્ગદો પ્રભાવિત થયા છે. સલમાન ખાને રાનુ મંડલને મુંબઈમાં રહેવા માટે 55 લાખ રૂપિયાનું ઘર ગિફટ કર્યું છે. મીડિયા રિપોર્ચ પ્રમાણે સલમાન ખાન દબંગ-3માં રાનુ મંડલના અવાજમાં ગીત ગવડાવવાનો છે અને તેના માટેની તૈયારી કરવામાં આવી રહી છે.

હિમેશ રેશમીયાએ રાનુ મંડલ સાથેનું ગીત પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યું હતું. તેરી મેરી કહાની ગીત ખાસ્સું એવું વાયરલ થઈ ગયું છે.