શું છે મચ્છરોને નાથવા માટે સુરત મહાનગરપાલિકાનું ‘ઓપરેશન ગપ્પી માછલી’: જૂઓ વીડિયો અને ફોટો

ચોમાસા દરમિયાન અને ચોમાસા બાદ પાણીજન્ય રોગો ઉથલો મારે છે અને મચ્છરોનો ઉપદ્રવ વધી જાય છે. મચ્છરોના ઉપદ્રવને ડામવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા ગોલ્ડ ફીશ એટલે ગપ્પી માછલીનો વર્ષોથી ઉપયોગ કરવમાં આવે છે.

સુરત મહાવગરપાલિકાના જંતુનાશક અધિકારી જેપી વાગડીયાએ આ અંગે માહિતી આપતા જણાવ્યું કે ગપ્પી માછલીને સુરતમાં ત્રણ હજાર જગ્યાએ પાણીમાં છોડવામાં આવી છે. જ્યાં પાણીનો નિકાલ ન થો હોય તેવી જગ્યાએ માછલીને છોડવામાં આવે છે. ફૂવારા, હોજ-હવાડા જેવી જગ્યાઓમાં માછલીને છોડવામાં આવી છે.

જૂઓ વીડિયો…

તેમણે કહ્યું કે આ ઉપરાંત જ્યાં કાયમી ધોરણે પાણી ભરાઈ રહેતું હોય તેવા સ્થળોને આડેન્ટીફાઈ કરી ત્યાં પણ ગપ્પી માછલી છોડવામાં આવી છે. ખાસ કરીને બાંધકામ ચાલતું હોય તો બેઝમેન્ટમાં પાણી ભરાઈ જાય છે. આવી જગ્યાએ પણ માછલીને તરતી કરવામાં આવી છે. લિફ્ટની નીચે બનેલા ડફ, બાંધકામ દરમિયાન જાજરૂ-બાથરૂના શંખ વગેરેમાં પણ પાણી ભરાઈ જાય છે તો માછલીને તેવી જગ્યાએ પણ છોડવામાં આવી છે.

તેમણે કહ્યું કે કોર્પોરેશન દ્વારા 49 જગ્યાએ માછલી ઉછેર કરવામાં આવે છે. 30 જગ્યાએ બાંધકામ કરીને માછલીનો ઉછેર કરવામાં આવે છે જ્યારે 19 જગ્યાએ કુદરતી રીતે માછીલનો ઉછેર કરવામાં આવે છે. હેથરી સેન્ટરોમાં માછલીઓનો ઉછેર કરાય છે.