સુરતના તિલક મેદાન વિસ્તારમાંથી ગણપતિની મૂર્તિ લઈને નીકળેલા અંકલેશ્વરના યુવાનોને અંકલેશ્વર ખાતે વીજ કરંટ લાગતા ત્રણ યુવાનોનાં મોત નિપજ્યા હતા. જ્યારે આઠ યુવાનોની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે.
ગુજરાત હાઉસિંગ બોર્ડ અંકલેશ્વરના ગણેશ યુવક મંડળના સભ્યો 26 ફૂટ ઊંચી બાળ ગણેશની મૂર્તિ લઈ આવ્યા હતા. વીજ વાયર સાથે મૂર્તિનું માથું ફસાતા ઉપર ચઢી વાયર કાઢવા જતા દસ વ્યક્તિને વીજ કરંટ લાગવાથી જયાબેન મોદી હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. અંકલેશ્વરના ન્યુ ઇન્ડિયા માર્કેટમાં વીજ તાર ઊંચો કરવા જતાં આઠ યુવાનોને કરંટ લાગ્યો હતો.