ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL)એ પોતાના ગ્રાહકોને આકર્ષિત કરવા માટે નવા પ્લાન લોંચ કર્યા છે. આ પ્લાનમાં ગ્રાહકોને જોરદાર ડેટા બેનિફિટ આપવામાં આવી રહ્યા છે. કંપની મજબૂત ફોરજી નેટવર્ક મામલામાં અનેક ટેલિકોમ કંપનીઓથી પાછળ છે પરંતુ કંપની આના ઉપર સતત કામ કરી રહી છે. અનેક જગ્યા પર 4G નેટવર્ક પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.
BSNL હવે એવા સર્કલ માટે બે નવા સ્પેશિયલ ટેરિફ વાઉચર લોંચ કર્યા છે જેમાં ફોરજી નેટવર્ક કામ કરે છે. BSNLએ પોતાના 4G યુઝર્સ માટે STV 96 વાળા પ્લાન લોંચ કર્યા છે જેની વેલિડિટી 28 દિવસની છે અને યુઝર્સને દરરોજ 28 દિવસ સુધી 10GB ડેટા અપાશે. 4G નેટવર્ક હાલમાં મહારાષ્ટ્રના અકોલા, બાંદ્રે, બીડ, જલના, ઓસમાનાબાદમાં છે. કંપનીએ 4G કસ્ટમર માટે STV 236 રૂપિયાવાળા પ્લાનની શરૂઆત કરી છે જેમાં યુઝર્સને દરરોજ 10GB ઇન્ટરનેટ ડેટા મળશે.