દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમના ઉપરવાસમાં મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં પડી રહેલા વરસાદને પગલે ઉકાઈ ડેમની જળસપાટીમાં સતત વધારો નોંધાયો છે. ડેમ પ્રશાસન દ્વારા તકેદારીના ભાગરૂપે ડેમના 22 દરવાજા પૈકી સાત દરવાજા ખોલવામાં આવ્યા છે. ઉકાઈ ડેમની હાલ સપાટી 337.07 ફૂટ પર પહોંચી છે. ડેમમાંથી 1,12,576 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. આના કારણે સુરત ખાંતે તાપી નદી ફરી બે કાંઠે વહેતી જોવા મળી રહી છે.
ડેમના ઉપરવાસમાં તેમજ સ્થાનિક વરસાદને લઈ ચાલુ સિઝનમાં ડેમમાં પાણીની જોરદાર આવક નોંધાઈ છે. ડેમમાં ઈનફ્લો 1,76,045 લાખનો છે.
છેલ્લા બે વર્ષથી ઉકાઈ ડેમમાં પૂરતા પ્રમાણમા પાણીની આવક થતી નથી ચાલુ વર્ષે પણ ડેમમાં પૂરતા પ્રમાણમાં પાણીનો આવક શરૂ થઈ ન હતી. જોકે હાલ ઉકાઈ ડેમના કેચમેંટ એરિયામાં છેલ્લા 24 કલાકથી વરસાદ શરૂ થયો છે. જેને લઈ ડેમમાં પાણીની સારી આવક શરૂ થઈ છે. 1.12 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ઉકાઈ ડેમનું લેવલ હાલ 337.07 ફૂટ ઉપર પહોંચ્યું છે.